Mahakumbh Viral Girl: વાયરલ ગર્લ મોનાલિસાનો ફરી જાદુ ચાલ્યો, સ્માર્થ મહેતા સાથે રોમાન્સ કરતી જોવા મળી, દિલ જાનિયાનું ટીઝર રિલીઝ

મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા ફરી એકવાર ચર્ચામાં છે. પોતાની માસૂમિયત અને સાદગીથી લોકોના દિલ પર રાજ કરનારી મોનાલિસાના નવા મ્યુઝિક વિડિયોનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 05 Jan 2026 06:08 PM (IST)Updated: Mon, 05 Jan 2026 06:08 PM (IST)
mahakumbh-viral-girl-viral-girl-monalisas-magic-worked-again-she-was-seen-romancing-with-smarth-mehta-teaser-of-dil-janiya-released

Monalisa Bhosle: મહાકુંભ 2025 પછી રાતોરાત સ્ટાર બની ગયેલી વાયરલ ગર્લ મોનાલિસા ઘણીવાર ચર્ચામાં જોવા મળે છે. કથ્થઈ આંખોવાળી મોનાલિસાએ પોતાની માસૂમિયત અને સાદગીથી લોકોના દિલ જીતી લીધા છે. હવે તે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની ઓળખ બનાવી રહી છે. આ દરમિયાન મોનાલિસાના નવું ગીત દિલ જાનિયાનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

થોડા જ સમયમાં આ ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. દિલ જાનીયા ગીતમાં સ્માર્થ મહેતા મોનાલિસા સાથે જોવા મળે છે. ચાહકો બંને વચ્ચેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરી રહ્યા છે. ગીતના ટીઝરમાં પ્રેમ, માસૂમિયત અને લાગણીઓનું મિશ્રણ જોઈ શકાય છે.

વારંવાર ટીઝર જોવા મજબૂર બન્યા ફેન્સ
ગીતના ટીઝરમાં મોનાલિસાના હાવભાવ અને સ્માર્થ મહેતાનો ચાર્મ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી એકદમ સ્વાભાવિક લાગે છે. આવી સ્થિતિમાં, ચાહકો વારંવાર ટીઝર જોવા માટે મજબૂર થઈ રહ્યા છે. ટીઝર જોયા પછી ચાહકો જોરદાર રિએક્શન આપી રહ્યા છે અને કૉમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ ગીતમાં ગાયિકા લાઈસલ રાયે પોતાનો અવાજ આપ્યો છે. ટીઝરમાં તેનું સોલફુલ સિંગિંગ હૃદયને સ્પર્શી જાય છે. મ્યૂઝિક અને વિઝ્યુઅલ્સનું મિશ્રણ અદ્ભુત છે. આવી સ્થિતિમાં, ચાહકો આખા ગીતના રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીઝરમાં બતાવેલ રોમેન્ટિક દ્રશ્યો અને પૃષ્ઠભૂમિ જોઈને એવું કહેવું ખોટું નહીં હોય કે દિલ જાનિયામાં એક સુંદર પ્રેમકથા જોવા મળશે.

વાયરલ ગર્લ મોનાલિસા મહાકુંભ 2025થી સતત ચર્ચામાં જોવા મળે છે. આવી સ્થિતિમાં દિલ જાનિયા ગીત તેના કરિયરમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. મોનાલિસાને નવા અંદાજમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સુક લાગે છે. તેઓ તેને ભવિષ્યનો સ્ટાર પણ કહી રહ્યા છે. આ પહેલા પણ મોનાલિસા એક મ્યુઝિક વિડિયોમાં જોવા મળી ચૂકી છે. ટૂંક સમયમાં તે સનોજ મિશ્રાની ફિલ્મમાં પણ જોવા મળશે.

વાયરલ ગર્લ મોનાલિસા પહેલાથી જ સોશિયલ મીડિયા પર તેના વિશાળ ફેન ફોલોઇંગ માટે સમાચારમાં છે. હવે, દિલ જાનિયા જેવા ગીતો સાથે મોનાલિસાએ તેના કરિયરને એક નવો ટર્ન આપવાનું નક્કી કર્યું છે. ચાહકો તેના નવા અવતારથી આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે, ઘણા યૂઝર્સ તેને ભવિષ્યની મોટી સ્ટાર પણ કહે છે.