Monalisa Bhosle Latest Photos: મહાકુંભ વાઈરલ ગર્લ મોનાલિસાની લોકપ્રિયતા આ દિવસોમાં જબરદસ્ત વધી રહી છે. તેની ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ લોકોમાં તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં જ મોનાલિસા એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેને લુક જોઈને લોકો તેના પર ફિદા થઈ ગયા હતા.
મોનાલિસાનો લેટેસ્ટ લુક થયો વાઈરલ
મોનાલિસા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે. તેનો નવો લુક લોકોને ખૂબ પસંદ આવે છે. હાલમાં જ મોનાલિસા એક ઈવેન્ટમાં સફેદ વ્હાઈટ કલરના લહેંગામાં નજરે પડી હતી. જેમાં તે એક અપ્સરા જેવી લાગી રહી હતી. તેને જોઈને એવું લાગે જ નહિ કે આ એ જ મોનાલિસા છે કે જે મહાકુંભમાં માળા વેચી રહી હતી.
મોનાલિસાએ તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અહીં તેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અભિનેત્રીના આઉટફિટથી લઈને તેનો મેકઅપ અને હેરસ્ટાઈલ એકદમ શાનદાર લાગી રહી હતી.
આ ફિલ્મોમાં નજરે પડશે મોનાલિસા
મહાકુંભ વાઈરલ ગર્લ મોનાલિસા ફિલ્મ પહેલા જ સ્ટારડમનો આનંદ માણી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મોનાલિસાનો એક મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થઈ ગયો છે. જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. મોનાલિસા હવે જલ્દી જ ધ ડાયરી ઓફ મણિપુર અને મલયાલમ ફિલ્મ નાગમ્મામાં નજરે પડશે.
