Gufi Pantal: 'મહાભારત'ના 'શકુનિ મામા' ગુફી પેંટલની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ, ફેન્સ તેમના માટે કરી રહ્યા છે પ્રાર્થના

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 02 Jun 2023 07:54 PM (IST)Updated: Fri, 02 Jun 2023 07:55 PM (IST)
mahabharatas-shakuni-mama-gufi-pantals-health-deteriorates-admitted-to-hospital-fans-are-praying-for-her

Gufi Pantal: મહાભારતમાં 'શકુનિ મામા'ની ભૂમિકા ભજવનાર અને ભારતમાં ખૂબ જ લોકપ્રિય બનેલા અભિનેતા ગુફી પેંટલની તબિયત બગડી છે અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થની સ્થિતિ નાજુક હોવાની માહિત મળી રહી છે. ટીના ઘઈએએ ગુફીની તસવીર પોસ્ટ કરી છે અને કેપ્શનમાં લખ્યું છે-ગુફી પેંટલજી મુશ્કેલીમાં છે.

કૃપા કરી પ્રાર્થના કરો. તેમણે ફેન્સને વિનંતી કરી કે તેઓ ગુફી માટે પ્રાર્થના કરે કે જેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય. અત્રે ઉલ્લેખનીય છે કે ગુફી પેંટલ લાંબા સમયથી અસ્વસ્થ હતા. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ઈશ્વર તમને જલ્દીથી સ્વસ્થ કરે, આ અમારી પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુફી પેંટલ એક અભિનેતા હોવા સાથે એક ટેલિવિઝન નિર્દેશક પણ છે. તેમણે મહાભારતમાં શકુની મામાની જે ભૂમિકા ભજવી હતી તેને લઈ ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. મહાભારતનું 1980ના દાયકામાં પ્રસારણ થયું હતું.

ગુફી પેંટલે રફૂ ચક્કર, દેશ પરદેસ, દિલ્લગી, મેદાન-એ-જંગ, દાવા ઉપરાંત અનેક શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તોઓ કાનૂન, સૌદા, અકબર બીરબલ, ઓમ નમઃશિવાય, કર્ણ સંઘિની જેવા અનેક ટીવી શોમાં પણ કામ કર્યું છે. તેમણે હેલ્લો ઈન્સ્પેક્ટર અને ખોટે સિક્કે જેવી ટેલિવિઝન શો પણ બનાવેલા છે.