Monalisa The Diary of Manipur Photos: મહાકુંભમાં માળા વેચતી મહાકુંભ ગર્લ મોનાલિસાના મ્યુઝિક વીડિયો બાદ હવે તેની ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર' નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જેની કેટલીક તસવીરો ડાયરેક્ટર સનોજ મિશ્રાએ શેર કરી છે. જેમાં મોનાલિસા ટ્રેડિશનલ પોશાકમાં જોવા મળી રહી છે. જુઓ તસવીરો
મોનાલિસાની ફિલ્મનું શૂટિંગ શરૂ
પ્રયાગરાજના મહાકુંભથી ચર્ચામાં આવેલી મોનાલિસાની પહેલી ફિલ્મનું શૂટિંગ ઇટાવામાં ચાલી રહ્યું છે. લાંબા વિવાદ પછી સનોજ મિશ્રાએ ઇટાવામાં 'ધ ડાયરી ઓફ મણિપુર'નો સેટ તૈયાર કરાવ્યો છે. ફિલ્મના સેટ પરથી મોનાલિસા અને તેના સાથી કલાકારોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.
શું છે ફિલ્મની કહાણી
ફિલ્મમાં મોનાલિસા એક આર્મી ઓફિસરની પુત્રીની ભૂમિકા ભજવવાની છે. ફિલ્મની વાર્તા મુજબ મોનાલિસા તેના આર્મી ઓફિસર પિતાની જેમ સેનામાં જોડવા માંગે છે. અહેવાલો અનુસાર આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. મોનાલિસાની સાથે ફિલ્મમાં અમિત રાવ, દિનેશ ત્રિવેદી અને અભિષેક ત્રિપાઠી પણ નજરે પડશે.
