લાફ્ટર શેફ્સ સીઝન 3 ના વિજેતા બન્યા અલી ગોની અને જન્નત ઝુબેર: કરણ અને એલ્વિશને આપી માત

ટ્રોફી જીત્યા બાદ ખુશી વ્યક્ત કરતા જન્નત ઝુબેરે જણાવ્યું હતું કે, લાફ્ટર શેફ્સ એવો અનોખો શો છે જ્યાં માત્ર એક જ વિજેતા ટીમ હોતી નથી. ભલે મેં અને અલીએ ટ્રોફી જીતી હોય, પણ હું માનું છું કે આ શો સાથે જોડાયેલો દરેક વ્યક્તિ વિજેતા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 27 Jul 2026 10:18 AM (IST)Updated: Mon, 27 Jul 2026 10:18 AM (IST)
laughter-chefs-season-3-winner-aly-goni-and-jannat-zubair-beat-karan-elvish
લાફ્ટર શેફ્સ સીઝન ૩

Laughter Chefs Season 3 Winner: ટેલિવિઝન જગતના સૌથી લોકપ્રિય અને મનોરંજક કોમેડી-કુકિંગ શો 'લાફ્ટર શેફ્સ: અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ સીઝન 3' નો ધમાકેદાર ગ્રાન્ડ ફિનાલે 26 જુલાઈના રોજ યોજાયો હતો. કોમેડી અને સ્વાદિષ્ટ રસોઈના આ અનોખા સંગમમાં દર્શકોનું દિલ જીતીને અલી ગોની અને જન્નત ઝુબેરની જોડીએ સીઝન 3 ની ઝળહળતી ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. અઠવાડિયા સુધી ચાલેલા કઠિન રસોઈ પડકારો, હાસ્યની છોળો અને શાનદાર મિત્રતા બાદ આ જોડી વિજેતા તરીકે ઉભરી આવી છે.

કરણ કુન્દ્રા અને એલ્વિશ યાદવને આપી કડક ટક્કર

ગ્રાન્ડ ફિનાલેના રોમાંચક મુકાબલામાં અલી ગોની અને જન્નત ઝુબેરે મજબૂત સ્પર્ધક ગણાતા કરણ કુન્દ્રા અને એલ્વિશ યાદવની જોડીને માત આપી હતી. સમગ્ર સીઝન દરમિયાન કરણ અને એલ્વિશ પણ સૌથી વધુ પોઈન્ટ મેળવનારા અને દર્શકોના પ્રિય સ્પર્ધકોમાં સામેલ હતા, પરંતુ ફિનાલેમાં અલી અને જન્નતે પોતાની શ્રેષ્ઠ વાનગીઓ અને ટ્યુનિંગથી બાજી મારી લીધી હતી.

એ નોંધનીય છે કે અલી ગોની માટે આ બીજી વખત વિજેતા બનવાની ક્ષણ છે. તેણે આ અગાઉ રાહુલ વૈદ્ય સાથે મળીને 'લાફ્ટર શેફ્સ' ની પહેલી સીઝન જીતી હતી. જ્યારે બીજી સીઝનનો ખિતાબ એલ્વિશ યાદવ અને કરણ કુન્દ્રાની જોડીએ જીત્યો હતો.

ગ્રાન્ડ ફિનાલેમાં 'ખતરોં કે ખિલાડી 15' ની એન્ટ્રી

આ ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં મનોરંજનનો ઓપ સાંપડ્યો હતો, કારણ કે આ ખાસ પ્રસંગે આવનારા નવા સ્ટંટ-આધારિત શો 'ખતરોં કે ખિલાડી 15' ની ટીમ અને તેના પ્રખ્યાત હોસ્ટ રોહિત શેટ્ટીએ પણ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ શોનું સફળ સંચાલન મશહૂર કોમેડિયન ભારતી સિંહ કરી રહી છે, જ્યારે સેલિબ્રિટી શેફ હરપાલ સિંહ સોખી આ શોમાં જજની ભૂમિકા ભજવી રહ્યા છે.

જીત બાદ જન્નત ઝુબેરની પ્રતિક્રિયા

ટ્રોફી જીત્યા બાદ ખુશી વ્યક્ત કરતા જન્નત ઝુબેરે જણાવ્યું હતું કે, "લાફ્ટર શેફ્સ એવો અનોખો શો છે જ્યાં માત્ર એક જ વિજેતા ટીમ હોતી નથી. ભલે મેં અને અલીએ ટ્રોફી જીતી હોય, પણ હું માનું છું કે આ શો સાથે જોડાયેલો દરેક વ્યક્તિ વિજેતા છે. અમે બધાએ સાથે હસીને અને એકબીજાની સફળતાની ઉજવણી કરીને કામ કર્યું છે, અને આ એકતા જ અમારી સફરને સૌથી ખાસ બનાવે છે."