Laalo Krishna Sada Sahaayate: તાજેતરમાં રિલીઝ થયેલી અને ગુજરાતી ભાષા તેમજ સંસ્કૃતિને ગૌરવ અપાવનાર ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' (Laalo Krishna Sada Sahaayate) ની સંપૂર્ણ સ્ટારકાસ્ટ અને પ્રોડ્યુસર ટીમે જેતપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જયેશ રાદડિયાના કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જયેશ રાદડિયાએ 'લાલો'ની ટીમને ગુજરાતી ફિલ્મને વધુ એક સફળતા અપાવવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
જયેશ રાદડિયાએ આ મુલાકાતની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા જણાવ્યું હતું કે, 'હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી, ગુણિયલ ગરવી ભાવે રૂડી શબ્દોથી છલકાતી'. તેમણે વધુમાં લખ્યું હતું કે, 'તાજેતરમા રીલીઝ થયેલ ગુજરાતી ભાષા તેમજ સંસ્કૃતીને ગૌરવ અપાવનાર અદભુત સ્ટોરી સમાન ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' ના સુપરસ્ટાર કલાકારો તેમજ પ્રોડ્યુસરોની ટીમે મારા જેતપુર કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરતા સૌનુ ભાવભિનુ સ્વાગત કરીને ગુજરાતી ફિલ્મને ગૌરવ અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા.'
આ પણ વાંચો
ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' વિશે
'લાલો: કૃષ્ણ સદા સહાયતે' એ એક એવી ગુજરાતી ફિલ્મ છે જેણે ગુજરાતી સિનેમામાં પોતાની આગવી છાપ છોડી છે. આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ ખાસ કરીને તેની અદભુત વાર્તા, ગુજરાતી સંસ્કૃતિનું સચોટ નિરૂપણ અને કલાકારોના ઉત્કૃષ્ટ અભિનય માટે વખણાઈ રહી છે. ફિલ્મનું શીર્ષક જ દર્શાવે છે કે તે કૃષ્ણ ભક્તિ અને આધ્યાત્મિકતાના તત્વો ધરાવે છે, જે ગુજરાતી પ્રેક્ષકોના હૃદયમાં સ્થાન પામી છે. આ ફિલ્મમાં પારિવારિક મૂલ્યો, પરંપરાઓ અને આધુનિક જીવનશૈલી વચ્ચેનો સમન્વય દર્શાવવામાં આવ્યો છે, જે તેને તમામ વયજૂથના દર્શકો માટે આકર્ષક બનાવે છે.
