લાલો ફિલ્મની અભિનેત્રી રીવા રચ્છના નાનપણના ફોટો-વીડિયો વાઈરલ થયા

Laalo krishna sada sahaayate, Reeva Rachh: 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે'ની અભિનેત્રી રીવા રચ્છની હાલ બોલબાલા છે. લાલો ફિલ્મની સફળતા પછી તેના ચાહકોની સંખ્યામાં બહોળો વધારો થયો છે.

By: Jagran GujaratiPublish Date: Thu, 25 Dec 2025 04:52 PM (IST)Updated: Thu, 25 Dec 2025 04:52 PM (IST)
laalo-film-actress-reeva-rachh-childhood-photos-and-videos

Laalo krishna sada sahaayate, Reeva Rachh:'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે'ની અભિનેત્રી રીવા રચ્છની હાલ બોલબાલા છે. લાલો ફિલ્મની સફળતા પછી તેના ચાહકોની સંખ્યામાં બહોળો વધારો થયો છે. હાલ તેણે સોશિયલ મીડિયામાં બે વીડિયો ટોપ ટૂ પીન કર્યા છે. જેમા તેના લાઈફજર્નીને બતાવી છે. સાથે તેના નાનપણની તસવીરો પણ શેર કરી છે. ટોપ ટૂ પીન એટલે તમારા વીડિયો અપલોડ ભલે ગમે ત્યારે થયા હોય પરંતુ તમારા ફોલોઅર્સને તે તમારા પેજમાં ઉપર દેખાય.

પહેલા વીડિયોમાં શું છે….

પહેલા વીડિયોમાં લાલો ફિલ્મની તુલસી એટલે કે રીવા રચ્છ ચણીયા ચોળી પ્રત્યેના પોતાના ક્રેઝને રજૂ કરે છે. રીવા છ મહિનાની હતી ત્યારે તેની માતાએ તેના માટે ચણીયા ચોળી બનાવી હતી. આ વીડિયોમાં નાનપણમાં ગરબે રમતી રીવાને બતાવવામાં આવી છે.

બીજા વીડિયોમાં શું છે….

બીજા વીડિયોમાં રીવાએ પોતાની કરિયર કેવી રીતે શરૂ થઈ તે સમગ્ર કહાની વર્ણવી છે. રીવા કહે છે કે મારી કરિયર જામનગરથી શરૂ થઈ છે. ઓગસ્ટ 2014માં રીવાનું પ્રથમ નાટક રજૂ થયું હતું. પછી રીવા 2018માં મુંબઈ ગઈ. નાટકોમાં કામ કર્યું.

લાલો ફિલ્મમાં રીવાએ તુલસીનો રોલ કર્યો છે. જેમા તેના અભિનયને ખુબ વખાણવામાં આવ્યો છે. લાલોની પત્નીના રોલમાં રીવાના ઈમોશન લોકોને ખુબ ગમ્યા છે. કાઠીયાવાડી સ્ત્રીના જીવનને દર્શાવતી આ કહાની લોકો પોતાની સાથે રિલેટ કરતા ગયા અને ફિલ્મ હીટ થઈ ગઈ.