Smriti Irani: ટીવી પર વાપસી કરી રહી છે સૌની પ્રિય વહુ 'તુલસી', સ્મૃતિ ઈરાનીએ Z+ સિક્યોરિટી સાથે શરૂ કરી આઈકોનિક શોની શૂટિંગ

વર્ષ 2000 થી 2008 સુધાી ચાલેલા શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં લીડ એક્ટ્રેસ સ્મૃતિ ઈરાની (Smriti Irani) હતી, જે તુલસી વિરાનીના રોલમાં ઘરે-ઘરે ફેમસ થઈ હતી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 31 May 2025 11:55 AM (IST)Updated: Sat, 31 May 2025 11:55 AM (IST)
kyunki-saas-bhi-kabhi-bahu-thi-2-shoot-start-smriti-irani-ekta-kapoor-report-claims

Kyunki Saas Bhi Kabhi Bahu Thi: 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' ભારતીય ટેલિવિઝનના ઈતિહાસના સૌથી લોકપ્રિય શોમાંનો એક છે. ત્યારે હવે માહિતી મળી રહી છે કે, આ શો ફરી એકવાર દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. આ શોના બીજા સિઝનની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે. નિર્માતા એકતા કપૂરના આ શોની સત્તાવાર જાહેરાત જૂન 2025માં થવાની સંભાવના છે.

વર્ષ 2000 થી 2008 સુધાી ચાલેલા શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં લીડ એક્ટ્રેસ સ્મૃતિ ઈરાની (Smriti Irani) હતી, જે તુલસી વિરાનીના રોલમાં ઘરે-ઘરે ફેમસ થઈ હતી. ત્યારે હવે દર્શકો માટે સારા સમાચાર એ છે કે, બીજી સિઝનમાં પણ સ્મૃતિ જ જોવા મળશે. તેણીએ Z+ સિક્યોરિટી સાથે આ આઈકોનિક શોની શૂટિંગ પણ શરૂ કરી દીધી છે. ન્યૂઝ 18ના એક રિપોર્ટ પ્રમાણે, શોમાં મિહિરની ભૂમિકામાં અમર ઉપાધ્યાય જ જોવા મળી શકે છે.

naidunia_image

એક સૂત્રએ ઈન્ડિયા ફોરમ્સને જણાવ્યું કે, સેટ પર સખત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્મૃતિ, અમર અને એકતા કપૂર સિવાયના તમામ લોકોના મોબાઈલ ટેપ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને કોઈ માહિતી લીક ન થાય. સેટની આસપાસ લોકોની સંખ્યા પણ સીમિત છે.

naidunia_image

આ શોની પ્રથમ સિઝનમાં મૌની રોય, કરિશ્મા તન્ના, મંદિરા બેદી અને હિતેન તેજવાની જેવા સ્ટાર્સે પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે, નવી સિઝનમાં મૌની રોય અને કરિશ્મા તન્ના કેમિયો રોલમાં જોવા મળી શકે છે. આ શોમાં 150 એપિસોડ હશે, જે 2000 એપિસોડનો આંકડો પાર કરશે.