TMKOC: ‘તારક મહેતા...’માં ‘ગોલી’નું પાત્ર ભજવતા કુશ શાહ દર મહિને કેટલું કમાતા? હવે શરૂ કરી નવી સફર

કુશ શાહ વર્ષ 2008 થી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો સાથે જોડાયેલા હતા અને પોતાના ચુલબુલા અંદાજથી દર્શકોના દિલ જીત્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 13 Sep 2026 11:48 AM (IST)Updated: Sun, 13 Sep 2026 11:48 AM (IST)
kush-shah-tmkoc-goli-monthly-income-starts-youtube-channel
કુશ શાહ

Kush Shah: ટેલિવિઝન જગતના સૌથી લોકપ્રિય અને સક્સેસફુલ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) માં 'ગોલી' નું યાદગાર પાત્ર ભજવીને દેશભરમાં જાણીતા થયેલા અભિનેતા કુશ શાહ (Kush Shah) ફરી એકવાર ભારે ચર્ચામાં આવ્યા છે. વર્ષ 2024 માં આ શોને અલવિદા કહ્યા બાદ, હવે કુશ શાહે પોતાની કારકિર્દીની એક નવી સફર શરૂ કરી છે અને તેઓ YouTuber બની ગયા છે.

'તારક મહેતા...' માં કેટલી હતી ગોલીની કમાણી?

કુશ શાહ વર્ષ 2008 થી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો સાથે જોડાયેલા હતા અને પોતાના ચુલબુલા અંદાજથી દર્શકોના દિલ જીત્યા હતા. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, શોમાં ગોલીના પાત્ર માટે કુશ શાહને પ્રતિ એપિસોડ આશરે ₹20,000 જેટલી ફી ચૂકવવામાં આવતી હતી.

શોમાં તેમનું પાત્ર નિયમિત હોવાથી જો દર મહિને ઓન-એર થતા આશરે 26 એપિસોડ ગણવામાં આવે, તો તેમની માસિક આવક આશરે ₹5.20 લાખ જેટલી થતી હતી. જોકે, આ આંકડો મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે, 16 વર્ષ સુધી ગોલીની ભૂમિકા ભજવ્યા બાદ તેમણે શો છોડ્યો હતો અને ત્યારબાદ ધર્મિત તુરખિયાએ આ પાત્ર સંભાળ્યું હતું.

YouTube પર એન્ટ્રી કરતા જ ધૂમ મચાવી

ટીવી શો છોડ્યાના લગભગ બે વર્ષ બાદ કુશ શાહે YouTube પર વ્લોગિંગ અને કુકિંગ આધારિત પોતાની નવી ચેનલ શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા 5 વર્ષથી પોતાની ચેનલ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા. YouTube પર આવતાની સાથે જ તેમને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે.

ચેનલ શરૂ કર્યાના માત્ર 4 દિવસની અંદર જ તેમને 40,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ મળી ગયા છે. આ ઉપરાંત, તેમણે અપલોડ કરેલા પ્રથમ વીડિયોને 3 મિલિયન (30 લાખ) થી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ટીવી સ્ક્રીન પર દર્શકોનું મનોરંજન કર્યા બાદ હવે ગોલી એટલે કે કુશ શાહ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પોતાનો જાદુ ચલાવી રહ્યા છે.