Kuldeep Yadav–Vanshika Chadha Reception: ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે લગ્ન બાદ મંગળવારે, 17 માર્ચ 2026 ના રોજ લખનૌની હોટલ 'ધ સેન્ટ્રમ' માં એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજકારણ અને રમતગમત જગતની દિગ્ગજ હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કુલદીપે 14 માર્ચના રોજ ઉત્તરાખંડના મસૂરીમાં તેની બાળપણની મિત્ર વંશિકા સિંહ સાથે લગ્ન કર્યા હતા. તમામ હસ્તીઓમાં રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
કુલદીપ યાદવ અને વંશિકા સિંહના લખનૌ ખાતે યોજાયેલા ભવ્ય રિસેપ્શનમાં હાજર રહેલી દિગ્ગજ હસ્તીઓ
1). યોગી આદિત્યનાથ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જેમણે નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.
2). અખિલેશ યાદવ: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી.
3). ગૌતમ ગંભીર: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ.
4). રિષભ પંત: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન.
5). રવિન્દ્ર જાડેજા: ભારતીય ઓલરાઉન્ડર જેઓ તેમની પત્ની સાથે પહોંચ્યા હતા.
6). શિખર ધવન: ભારતનો પૂર્વ ઓપનર જેઓ તેમની પત્ની સોફી શાઈન સાથે આવ્યા હતા.
7). રાજીવ શુક્લા: બીસીસીઆઈ (BCCI) ના ઉપાધ્યક્ષ.
8). યશસ્વી જયસ્વાલ: ભારતીય ટીમના યુવા વિસ્ફોટક ઓપનર.
9). યુઝવેન્દ્ર ચહલ: કુલદીપ યાદવના સાથી ખેલાડી અને સ્પિનર.
10). સુરેશ રૈના: પૂર્વ ભારતીય ક્રિકેટર.
વિન્ટેજ કારમાં શાહી એન્ટ્રી
આ રિસેપ્શનમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર કુલદીપ અને વંશિકાની એન્ટ્રી રહી હતી. નવદંપતીએ દિલ્હીથી ખાસ મંગાવવામાં આવેલી 1960 મોડલની રોલ્સ-રોયસ વિન્ટેજ કારમાં સવાર થઈને એન્ટ્રી કરી હતી. આ પ્રસંગે કુલદીપ યાદવ બ્લેક કલરના બંધગાળા સૂટમાં અત્યંત પ્રભાવશાળી દેખાતો હતો, જ્યારે તેની પત્ની વંશિકાએ ક્રીમ કલરની સાડી પહેરી હતી, જેના પર લાલ પથ્થરોનું બારીક વર્ક કરવામાં આવ્યું હતું.
રાજકીય અને ક્રિકેટ જગતના દિગ્ગજોની હાજરી
Ravindra Jadeja and his wife Rivaba Jadeja's swag at Kuldeep Yadav’s wedding reception.❤️🔥 pic.twitter.com/9SQNpdgn9S
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 17, 2026
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી. કુલદીપે સીએમ યોગીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા અને મુખ્યમંત્રીએ નવદંપતીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ રિસેપ્શનમાં પહોંચ્યા હતા.
ક્રિકેટ જગતમાંથી ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, પૂર્વ ઓપનર શિખર ધવન, યુઝવેન્દ્ર ચહલ, સુરેશ રૈના અને યુવા સ્ટાર યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓ હાજર રહ્યા હતા. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી. મહેમાનોનું સ્વાગત ફૂલોની વર્ષા સાથે કરવામાં આવ્યું હતું.
ભવ્ય આયોજન અને કડક સુરક્ષા
આ ગ્રાન્ડ રિસેપ્શનમાં અંદાજે 900 થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ખાસ મહેમાનોની સુવિધા માટે 4 ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. VVIP મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોટલ પરિસરમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની પણ તૈનાત કરવામાં આવી હતી.
તાજેતરમાં જ ટી20 વર્લ્ડ કપ વિજેતા બનેલી ભારતીય ટીમનો હિસ્સો રહેલા 31 વર્ષીય કુલદીપ યાદવ હવે આગામી 28 માર્ચથી શરૂ થઈ રહેલી IPL 2026 માં દિલ્હી કેપિટલ્સ વતી રમતા જોવા મળશે.
