Navratri 2026: અમદાવાદમાં 'પરંપરા નવરાત્રિ'માં જામશે ગરબાનો રંગ, કિર્તીદાન ગઢવીના તાલે ઝૂમશે ખેલૈયાઓ

આ વખતે ખેલૈયાઓ હવામાનની ચિંતા કર્યા વિના નવરાત્રિની રમઝટ માણી શકે તે માટે 'પરંપરા નવરાત્રિ' દ્વારા અત્યાધુનિક પ્રીમિયમ AC ડોમ (Premium AC Dome) ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 02 Oct 2026 09:51 AM (IST)Updated: Fri, 02 Oct 2026 09:51 AM (IST)
kirtidan-gadhvi-parampara-navratri-2026-ahmedabad-schedule
કિર્તીદાન ગઢવી

Kirtidan Gadhvi Navratri 2026 Schedule: પરંપરા ભક્તિની, પરંપરા શક્તિની અને પરંપરા ગરબાની... આ જ આપણી મા અંબાની આરાધનાનો મહાપર્વ એટલે કે નવરાત્રિ! વર્ષ 2026ની નવરાત્રિ મહોત્સવને લઈને ગરબા રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે અમદાવાદના આંગણે ગરબાપ્રેમીઓ માટે એક વિશેષ અને ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. ગુજરાતના લોકપ્રિય અને લેજેન્ડરી લોકગાયક કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhvi) અમદાવાદના એસ.પી. રિંગ રોડ ખાતે યોજાનાર 'પરંપરા નવરાત્રિ'માં પોતાના સુરીલા અને દમદાર અવાજથી ખેલૈયાઓને ગરબે ઘુમાવશે.

પ્રીમિયમ AC ડોમમાં રમાશે ગરબા

આ વખતે ખેલૈયાઓ હવામાનની ચિંતા કર્યા વિના નવરાત્રિની રમઝટ માણી શકે તે માટે 'પરંપરા નવરાત્રિ' દ્વારા અત્યાધુનિક પ્રીમિયમ AC ડોમ (Premium AC Dome) ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય આયોજન ગોપાલ ફાર્મ (સાકેત 1 પાસે, એસ.પી. રિંગ રોડ, અમદાવાદ) ખાતે યોજાશે.

કિર્તીદાન ગઢવી નવરાત્રિ 2026 કાર્યક્રમ વિગત:

  • ગાયક: કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhvi)
  • તારીખ: 11 ઓક્ટોબર 2026 થી 19 ઓક્ટોબર 2026 (સતત 9 દિવસ)
  • આયોજન: પરંપરા નવરાત્રિ 2026 (Parampara Navratri)
  • સ્થળ: ગોપાલ ફાર્મ, સાકેત 1 પાસે, એસ.પી. રિંગ રોડ, અમદાવાદ - 382210
  • મુખ્ય આકર્ષણ: પ્રીમિયમ AC ડોમ અને સાઉન્ડ સિસ્ટમ
  • અમદાવાદના ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ

કિર્તીદાન ગઢવી પોતાના લોકગીતો, ટ્રેડિશનલ ગરબા અને હાઈ-એનર્જી પર્ફોર્મન્સ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જ્યારે પણ તેમનો અવાજ ગરબા ગ્રાઉન્ડ પર ગુંજે છે ત્યારે ખેલૈયાઓ મંત્રમુગ્ધ થઈને ઝૂમી ઉઠે છે. 11 થી 19 ઓક્ટોબર સુધી ચાલનારા આ નવરાત્રિ ઉત્સવમાં હજારોની સંખ્યામાં ગરબારસિકો ઉમટી પડે તેવી શક્યતા છે.