Kinjal Rabari Viral Video Fact Check: સિંગર કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમલગ્ન તથા કાનૂની વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ફૂટેજમાં કિંજલ રબારી તેમના ઘરે હાજર રહીને પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, "કિંજલ રબારી હાલમાં પોતાના ઘરે પરત ફરી છે અને તે પોતાના માતા-પિતા સાથે રાજીખુશીથી રહી રહી છે તથા તેણે પતિ સાથે જવાની ના પાડી દીધી છે."
શું છે વાયરલ વીડિયોનું સત્ય?
આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું છે કે વાયરલ થઈ રહેલો વીડિયો 9 માર્ચ 2026ના રોજનો (જૂનો) છે, જ્યારે પોલીસે અગાઉ કિંજલ રબારીનું નિવેદન નોંધ્યું હતું. હાલમાં જ્યારે કિંજલ રબારી અને અશોક ચૌધરી હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા હતા અને સુરક્ષાની માંગણી કરી હતી, તે જ સમયે આ જૂના વીડિયોને તાજેતરનો ગણાવીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.
કેસના તપાસનીસ પોલીસ અધિકારી અને આધારભૂત અહેવાલો મુજબ, વાયરલ થઈ રહેલો વીડિયો અત્યારની સ્થિતિ દર્શાવતો નથી. કિંજલ રબારી હાલમાં ઘરે પરત ફરી હોવાના દાવા તથ્યવિહીન છે.
સોશિયલ મીડિયા પર જૂની ક્લિપને તાજેતરના વિવાદ સાથે જોડીને ખોટો ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ, વાયરલ વીડિયો કિંજલ રબારીનો જ છે, પરંતુ તે માર્ચ 2026ના સમયનો જૂનો વીડિયો છે અને વર્તમાન સ્થિતિ સાથે તેને કોઈ સીધો સંબંધ નથી.
કિંજલ રબારી પોલીસને નિવેદન આપતી હોવાનો વાયરલ વીડિયો જૂનો છે. તેને હાલના વિવાદ અને હાઈકોર્ટ સમક્ષની ઘટનાઓ સાથે સાંકળીને સોશિયલ મીડિયામાં ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે, જેથી યુઝર્સે આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો.
