સિંગર કિંજલ પ્રકરણમાં માલધારી સમાજમાં ભારે રોષ: આગેવાન કિરણ દેસાઈએ મીડિયાને હાથ જોડીને શું કરી અપીલ?

આ વિવાદ વચ્ચે લોકગાયિકા કિંજલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોફાઇલનું નામ બદલીને 'ધ કિંજલ અશોક' (The Kinjal Ashok) કરી દીધું છે. ઇન્સ્ટાગ્રામ ડીપી અને આઈડીમાં થયેલા આ ફેરફાર બાદ માલધારી સમાજના આગેવાનોમાં નારાજગી વધુ ઘેરી બની છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 12 Sep 2026 02:01 PM (IST)Updated: Sat, 12 Sep 2026 02:01 PM (IST)
kinjal-rabari-controversy-maldhari-community-leader-kiran-desai-appeal-to-media
કિંજલ

Kinjal Rabari Controversy News: ઉત્તર ગુજરાતની ચર્ચિત લોકગાયિકા કિંજલના વિવાદે સમગ્ર પંથક અને માલધારી સમાજમાં ભારે ચકચાર જગાવી છે. પોતાના સમાજના રીતિ-રિવાજ મુજબ લગ્ન થયા હોવા છતાં, કિંજલ અગાઉ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરીને અમદાવાદના ચાંદખેડા સ્થિત CBD મોલ પાસેથી તેની ગાડીમાં બેસીને જતી રહી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત માલધારી સમાજમાં પડ્યા હતા અને આગેવાનોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

ઇન્સ્ટાગ્રામ આઈડી બદલીને 'The Kinjal Ashok' કર્યું

આ વિવાદ વચ્ચે લોકગાયિકા કિંજલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોફાઇલનું નામ બદલીને 'ધ કિંજલ અશોક' (The Kinjal Ashok) કરી દીધું છે. ઇન્સ્ટાગ્રામ ડીપી અને આઈડીમાં થયેલા આ ફેરફાર બાદ માલધારી સમાજના આગેવાનોમાં નારાજગી વધુ ઘેરી બની છે.

માલધારી આગેવાન કિરણ દેસાઈની મીડિયાને હાથ જોડીને વિનંતી

આ મામલે માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં મીડિયા જગતને હાથ જોડીને વિનંતી કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "મહેરબાની કરીને કિંજલના નામ પાછળ 'રબારી' અટક કે શબ્દ વાપરવાનું બંધ કરવામાં આવે. કોઈપણ સમાજનો ઉલ્લેખ કરવો વ્યાજબી નથી. મીડિયા પ્રોટોકોલ અને બંધારણ મુજબ કોઈપણ સમાજનું નામ લખવાથી સમાજની લાગણી દુભાય છે." તેમણે ઉમેર્યું હતું કે કિંજલને સમાજ કે અટક જોડ્યા વિના માત્ર 'ગાયક કલાકાર' તરીકે જ સંબોધવામાં આવે.

પ્રેમ લગ્ન અને સામાજિક બંધારણ અંગે નિવેદન

કિરણ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક માં-બાપને પોતાની દીકરીઓ અને સમાજની ચિંતા હોય છે. સમાજ ક્યારેય પ્રેમ લગ્નનો વિરોધ કરતો નથી, પરંતુ જો દીકરીઓ માં-બાપ અને સંપ્રદાયની સંમતિથી પોતાના સમાજમાં જ લગ્ન કરે તો સમાજ તેને નિયમો અને બંધારણ મુજબ સ્વીકારે છે. જો સમાજના નિયમો તૂટે તો લાંબા ગાળે રૂઢિચુસ્ત વ્યવસ્થા અને સંગઠનને નુકસાન પહોંચે છે. તેમણે તમામ 18 વરણના સમાજોને એકજૂથ થઈને સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખવા હાકલ કરી હતી.