કિંજલ રબારી પ્રકરણમાં નવો વળાંક: સમાજના 10 યુવાનો બતાવવામાં આવ્યા હતા, કિંજલે પોતાની મરજીથી મુકેશ દેસાઈની કરી હતી પસંદગી

દિનેશ દેસાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે કિંજલે રાજી-ખુશીથી અને પોતાના પરિવારની સંપૂર્ણ સંમતિથી મુકેશ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં કોઈ જબરદસ્તી કે દબાણનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 13 Sep 2026 09:05 AM (IST)Updated: Sun, 13 Sep 2026 09:05 AM (IST)
kinjal-rabari-case-update-selected-mukesh-desai-out-of-10-youths
કિંજલ રબારી

Kinjal Rabari: લોકગાયિકા કિંજલ રબારીના લગ્ન અને તાજેતરમાં ઊભા થયેલા વિવાદ અંગે માલધારી સમાજના અગ્રણી આગેવાન દિનેશ દેસાઈએ અત્યંત મહત્વપૂર્ણ ખુલાસાઓ કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, કિંજલ રબારી સાથે કોઈ જબરદસ્તી કરવામાં આવી નથી. અગાઉ ચૌધરી સમાજના યુવક સાથેના વિવાદ બાદ જ્યારે સમાજના આગેવાનોની સમજાવટથી કિંજલ પરત આવી ત્યારે તેને રબારી સમાજના 10 યુવાનો બતાવવામાં આવ્યા હતા. આ 10 છોકરાઓમાંથી કિંજલે પોતાની સ્વતંત્ર મરજી અને ખુશીથી શિક્ષક મુકેશ રબારી (દેસાઈ) ની પસંદગી કરી હતી.

પોતાની મરજી અને પરિવારની સંમતિથી થયા હતા લગ્ન:

દિનેશ દેસાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે કિંજલે રાજી-ખુશીથી અને પોતાના પરિવારની સંપૂર્ણ સંમતિથી મુકેશ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં કોઈ જબરદસ્તી કે દબાણનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તે દિવસે કિંજલ અને તેની બહેન - બંનેના લગ્ન પરિવારે સગા-સંબંધીઓની હાજરીમાં અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં ઘરમેળે કરાવ્યા હતા.

મીડિયામાં ચાલતા દાવાઓ અને વકીલી બ્રીફિંગ અંગે વલણ:

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો અને હાઈકોર્ટ સમક્ષ કિંજલ દ્વારા કરાયેલા દાવાઓ અંગે દિનેશ દેસાઈએ ઉમેર્યું હતું કે કિંજલ જે બોલી રહી છે તે તેના પોતાના શબ્દો નથી પરંતુ વકીલો અને કેટલાક મળતિયાઓનું બ્રીફિંગ છે. કિંજલ અને અશોક ભેગા થઈને સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જબરદસ્તીથી લગ્ન કરાવ્યા હોવાની વાત તદ્દન ખોટી અને પાયાવિહોણી છે.

સમાજે આપેલી ઓળખ અને મંચ:

માલધારી આગેવાને જણાવ્યું કે કિંજલ એક ગરીબ પરિવારની દીકરી હતી અને તેની પાસે ગાયકીની કળા હતી. પરંતુ તેને 'કિંજલ રબારી' તરીકે સમગ્ર ગુજરાતમાં ઓળખ અપાવવામાં અને મોટું પ્લેટફોર્મ પૂરું પાડવામાં રબારી અને માલધારી સમાજનો બહુ મોટો હાથ રહ્યો છે. સમાજના ધર્મગુરુઓ, વડીલો અને યુવાનોએ તેને ખૂબ પ્રેમ આપ્યો છે.

આત્મમંથન કરવા અને સમાજ સાથે રહેવા અપીલ:

પોતાના અત્યાર સુધીના સામાજિક કાર્યોમાં 21 ગરીબ દીકરીઓના લગ્ન કરાવી ચૂકેલા દિનેશ દેસાઈએ કિંજલને વિનંતી કરતા જણાવ્યું હતું કે કોઈના બહેકાવવામાં આવ્યા વગર તેણે આત્મમંથન કરવું જોઈએ. સમાજ અને પરિવારને દુઃખી કરીને કોઈ સુખી થઈ શકતું નથી. જો તે પોતાના સમાજમાં રહેશે તો તેનું ભવિષ્ય હજુ પણ ઉજ્જવળ રહેશે.