Kinjal Dave Garba Look: ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેએ નવરાત્રીની શરૂઆત પોતાના અનોખા અને ટ્રેન્ડી આઉટફિટથી કરી છે. આ વર્ષે નવરાત્રી સીઝનના પ્રથમ ગરબા નાઇટ માટે તેમણે શ્વેત (વ્હાઇટ) થીમ પર આધારિત રોયલ લુક પસંદ કર્યો છે. મુંબઈ ખાતે આયોજિત ધ વ્હાઇટ ગરબા (The White Garba) ઇવેન્ટમાં કિંજલ દવેએ પોતાના ગ્લેમરસ અને ટ્રેડિશનલ આઉટફિટમાં ફોટોશૂટ કરાવી સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તસવીરો શેર કરી છે, જે ટૂંક સમયમાં જ ભારે વાયરલ થઈ રહી છે.
વ્હાઇટ અને મલ્ટીકલર આઉટફિટમાં દેખાયો અનોખો અંદાજ

ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેએ નવરાત્રી સીઝનની શરૂઆત ખાસ વ્હાઇટ થીમ સાથે કરી છે. The White Garba ઇવેન્ટ માટે તેમણે સિલ્વર સીક્વન્સ વર્કવાળું ફૂલ સ્લીવ્સ વ્હાઇટ બ્લાઉઝ પસંદ કર્યું હતું. તેની સાથે રંગબેરંગી લહેરિયા પ્રિન્ટ અને ગોલ્ડન બોર્ડરવાળો ઘેરદાર ચણિયો પહેર્યો હતો, જે તેમના લુકને વધુ આકર્ષક બનાવી રહ્યો હતો.
આઉટફિટ સાથે તેમણે હેવી વર્કવાળો કમર પટ્ટો (કંદોરો) અને પરંપરાગત ખાટલી વર્કવાળી શોલ્ડર પટ્ટી પણ સ્ટાઇલ કરી હતી. ટ્રેડિશનલ ટચ સાથેનો આ લુક સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
જ્વેલરી અને સ્ટાઇલિંગે વધારી સુંદરતા

પોતાના નવરાત્રી લુકને પૂર્ણ કરવા માટે કિંજલ દવેએ કલરફુલ સ્ટેટમેન્ટ નેકલેસ, મેચિંગ ઈયરરિંગ્સ અને હાથમાં બેંગલ્સ પહેર્યા હતા. તેમણે હેરસ્ટાઇલમાં સોફ્ટ વેવ્સ સાથે સાઇડ બ્રેડ રાખી હતી, જ્યારે ન્યૂડ મેકઅપે તેમના સમગ્ર લુકને વધુ એલિગન્ટ બનાવ્યો હતો.
કોરા કેન્દ્ર નવરાત્રીમાં પણ જોવા મળશે કિંજલ દવે

કિંજલ દવેએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે The White Garba સાથે તેમની નવરાત્રી સીઝનની શરૂઆત થઈ છે. સાથે જ તેમણે માહિતી આપી હતી કે 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન મુંબઈના Kora Kendra Navratri 2026માં પણ તેઓ પરફોર્મ કરશે. તેમના આ નવા ગરબા લુકને ચાહકો અને ફેશન પ્રેમીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
