Kinjal Dave and Dhruvin Shah Scuba Driving: ગુજરાતી સંગીત જગતની જાણીતી સિંગર કિંજલ દવે તેના ગીતોની સાથે સાથે અંગત જીવનને લઈને પણ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. હાલમાં જ કિંજલ તેના મંગેતર ધ્રુવિન શાહ સાથે માલદિવ્સના પ્રવાસે ગઈ છે, જ્યાં બંનેએ એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણ્યો છે.
સમુદ્રના ઊંડાણમાં સ્કુબા ડ્રાઇવિંગ
આ પણ વાંચો
કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્કુબા ડ્રાઇવિંગના કેટલાક રોમાંચક ફોટા પોસ્ટ કર્યા છે. આ તસવીરોમાં તે અને ધ્રુવિન શાહ સમુદ્રના તળિયે જળચર સૃષ્ટિને નિહાળતા જોવા મળે છે. બ્લુ પાણીની વચ્ચે બંનેએ માછલીઓ અને દરિયાઈ જીવો સાથે સુંદર સમય વિતાવ્યો હતો.
ચાહકોનો જબરદસ્ત પ્રતિસાદ
કિંજલે આ ફોટા શેર કરતાની સાથે જ તેના ચાહકોએ લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે. ફેન્સ આ જોડીને 'પાવર કપલ' કહી રહ્યા છે અને તેમના સાહસિક અંદાજની પ્રશંસા કરી રહ્યા છે. કિંજલે કેપ્શનમાં દરિયાઈ દુનિયાના પોતાના અનુભવ વિશે પણ ખુશી વ્યક્ત કરી હતી.
વેકેશન મોડમાં કિંજલ દવે
ઉલ્લેખનીય છે કે, કિંજલ દવે અવારનવાર પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને ધ્રુવિન સાથે વિદેશી પ્રવાસે જતી હોય છે. માલદિવ્સના આ લેટેસ્ટ ફોટોગ્રાફ્સ હાલ ઈન્ટરનેટ પર ભારે ટ્રેન્ડ કરી રહ્યા છે.
