Kinjal Dave Marriage: ક્યારે વાગશે કિંજલ દવેના લગ્નની શરણાઈ? ધ્રુવિન શાહ સાથેના વેડિંગ પ્લાન પર ગાયિકાએ તોડ્યું મૌન; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

કિંજલ દવે અને ધ્રુવિન શાહની જોડી હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ચાહકો અવારનવાર તેમને લગ્નની તારીખ પૂછતા હોય છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 25 Mar 2026 03:39 PM (IST)Updated: Wed, 25 Mar 2026 03:39 PM (IST)
kinjal-dave-and-dhruvin-shah-marriage-date-singer-shares-big-update-on-marriage-plans

Kinjal Dave-Dhruvin Shah Marriage Update: ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાહકોના મનમાં એક જ સવાલ હતો કે કિંજલ દવે અને તેમના મંગેતર ધ્રુવિન શાહ ક્યારે લગ્ન ગ્રંથિથી જોડાશે. તાજેતરમાં એક સોશિયલ મીડિયા વીડિયો દ્વારા કિંજલ દવેએ આ સવાલનો અત્યંત સચોટ અને મજેદાર જવાબ આપીને તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે.

કિંજલ દવેના લગ્ન ક્યારે થશે?

કિંજલ દવે અને ધ્રુવિન શાહની જોડી હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ચાહકો અવારનવાર તેમને લગ્નની તારીખ પૂછતા હોય છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક વીડિયોમાં કિંજલ દવેએ આ સવાલનો ખુલાસો કર્યો છે. કિંજલ દવેએ જણાવ્યું છે કે, 'હજી લગ્નને વાર છે'.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જ્યારે કિંજલને પૂછવામાં આવ્યું કે, "તમે લગ્ન ક્યારે કરશો?", ત્યારે તેણે સ્મિત સાથે જવાબ આપ્યો કે, "હજી વાર છે… તમે બધા આમંત્રણની રાહ જોજો." જોકે તેણે ચોક્કસ તારીખ જાહેર કરી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષના અંત સુધીમાં અથવા આગામી વર્ષની શરૂઆતમાં આ જોડી લગ્ન કરી શકે છે. કિંજલ અને ધ્રુવિન છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં છે અને તેમની સગાઈને પણ લાંબો સમય થઈ ગયો છે.

ધ્રુવિન શાહ અને કિંજલની જોડી

ધ્રુવિન શાહ વ્યવસાયે બિઝનેસમેન છે અને કિંજલના દરેક મ્યુઝિક આલ્બમ કે લાઈવ ડાયરામાં તેની સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર બંનેની કેમિસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. કિંજલના જણાવ્યા અનુસાર, ધ્રુવિન તેનો સૌથી મોટો સપોર્ટર છે.