Kiara Advani તેની દીકરીને કરીના કપૂર જેવી કેમ બનાવવા માંગે છે? પોતે જ કર્યો ખુલાસો

કિયારા અડવાણીનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે તેની દીકરીમાં કઈ અભિનેત્રીના ગુણોને ઈચ્છે છે તે જણાવ્યું છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 16 Jul 2025 09:53 AM (IST)Updated: Wed, 16 Jul 2025 09:53 AM (IST)
kiara-advani-once-revealed-she-want-kareena-kapoor-khan-these-3-qualities-in-her-daughter

Kiara Advani Baby Girl: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે નવા મહેમાનનું આગમન થઈ ગયું છે. કપલે 28 ફેબ્રુઆરીના રોજ પ્રેગ્નેંસીના જાહેરાત કરી હતી. કિયારા અડવાણીએ 15 જુલાઈના રોજ રાત્રે એક દીકરીને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો તેમને અભિનંદન આપી રહ્યા છે.

કિયારા અડવાણી તેની દીકરીને કોના જેવી બનાવવા માંગે છે

આ વચ્ચે કિયારા અડવાણીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે તેમની દીકરીમાં કઈ અભિનેત્રીના ગુણોને ઈચ્છે છે તે જણાવ્યું છે એટલું જ નહિ તેણે વીડિયોમાં એ પણ જણાવ્યું છે કે તેને કેટલા બાળકો જોઈએ છે.

naidunia_image

ટોક ઈન્ડિયાએ તેના ઈન્સ્ટા પેજ પર કિયારા અડવાણીનો આ વીડિયો શેર કર્યો છે. જે તેમની ફિલ્મ ગુડ ન્યુઝ વખતનો છે. અક્ષય કુમાર-દિલજીત દોસાંઝ અને કરીના કપૂર સ્ટારર આ ફિલ્મમાં કિયારા અડવાણીએ એક પ્રેગ્નેટ મહિલાનો રોલ કર્યો હતો. આ સમયે એક ઈન્ટરવ્યુમાં તેમને પુછવામાં આવ્યું હતું કે તેઓ કઈ અભિનેત્રીના ગુણો તેમની દીકરીમાં ઈચ્છે છે.

કિયારા અડવાણીએ જણાવ્યું હતું કે જો તેમને દીકરી થાય છે કે તો તે કરીના કપૂરના ગુણો તેમની દીકરીમાં ઈચ્છશે.કરીનાના એક્સપ્રેશન, કોન્ફિડન્સ અને તેનો ઓરા, તેમની દરેક ક્વોલિટીને હું મારી દીકરીમાં નાખવા માંગીશ. કારણ કે કરીના દરેક વસ્તુમાં 10માંથી 10 છે. આ સાથે તેણે જણાવ્યું કે તેને બે બાળકો જોઈએ છે - એક દીકરી અને એક દીકરો.