Katrina-Vicky Son Face Reveal: બોલિવૂડની મોસ્ટ પૉપ્યુલર અને ક્યૂટેસ્ટ જોડી કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal)ને લઈને સોશિયલ મીડિયા પર એક મોટા સમાચાર ચર્ચામાં છે. લાંબા સમયથી ચાહકો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, તે આખરે દિવાળીના પવિત્ર તહેવાર પર આવી ગઈ છે. કેટરીના અને વિકીએ પહેલીવાર તેમના દીકરા 'વિહાન' (Vihaan Kaushal)નો ચહેરો દુનિયા સામે ઉજાગર કર્યો છે.
દિવાળીના ખાસ અવસર પર આ કપલે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક દિલ જીતી લેનારી ફેમિલી ફોટો શેર કરી છે, જેમાં નાનકડો વિહાન પોતાના મમ્મી-પપ્પા સાથે ખૂબ જ ક્યૂટ અંદાજમાં નજરે પડી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર તસવીર થઈ વાયરલ
જેવી આ ફેમિલી તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ થઈ, તે સાથે જ વાયુવેગે વાયરલ થઈ ગઈ છે. ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ આ તસવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે. ફોટોમાં દીકરા વિહાનનો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાતો હોવાથી ફેન્સની ખુશીનો કોઈ પાર નથી રહ્યો. અત્યાર સુધી પેપરાજી કે મીડિયાથી પોતાના દીકરાને કેમેરાની નજરથી દૂર રાખનાર આ સ્ટાર કપલે ખુદ દિવાળીની ભેટ તરીકે આ સુંદર ઝલક ફેન્સ સાથે શેર કરી છે.
ફેન્સની પ્રતિક્રિયાઓ
સોશિયલ મીડિયા યૂઝર્સ આ ફોટો પર અવારનવાર કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ તેને 'દિવાળીની સૌથી સુંદર ભેટ' કહી રહ્યું છે, તો વળી કેટલાક ફેન્સ કહી રહ્યા છે કે વિહાન બિલકુલ પોતાના પપ્પા વિકી કૌશલ અને મમ્મી કેટરીના જેવો જ ક્યૂટ લાગે છે. આ તસવીરે ઇન્ટરનેટ પર ધમાકો મચાવી દીધો છે અને તમામ મનોરંજન પોર્ટલ પર આ જ વિષય ટ્રેન્ડ કરી રહ્યો છે.
