નવા વર્ષે અભિનેતા કાર્તિક આર્યનના જીવનમાં 'મિસ્ટ્રી ગર્લ'નું આગમન, ગોવાના બીચ પર સાથે સનસેટનો આનંદ માણતા બન્નેની તસવીરો વાયરલ

કાર્તિક પહેલા કરીના કુબિલિયુતેને સોશિયલ મીડિયામાં ફૉલો કરતો હતો, પરંતુ જેવી બન્ને વચ્ચે લિંક અપની વાતો થવા લાગી અનફૉલો કર્યું. આવી જ રીતે કરીનાએ પણ કાર્તિકને અનફૉલો કરી દીધો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 06 Jan 2026 04:48 PM (IST)Updated: Tue, 06 Jan 2026 04:49 PM (IST)
kartik-aaryan-sparks-dating-rumours-with-mystery-girl-in-goa-holiday-photos
HIGHLIGHTS
  • કાર્તિક આર્યનનું નામ સારાઅલી ખાન, અનન્યા પાંડે અને શ્રીલીલા જેવી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે
  • કાર્તિક આર્યન અને કરીના કુબિલિયુતેના બેડ પર એકસરખા ટુવાલ અને પાછળ વૉલિબોલ કોર્ટ છે

Kartik Aaryan Dating Rumours: 'તું મેરી મેં તેરા, મેં તેરા તું મેરી' ફેમ એક્ટર કાર્તિક આર્યન પોતાની લવ લાઈફને લઈને કાયમ ચર્ચામાં રહે છે. અત્યાર સુધીમાં કાર્તિક આર્યનનું નામ સારાઅલી ખાન, અનન્યા પાંડેથી માંડીને શ્રીલીલા સહિત અનેક અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. તાજેતરમાં જ કાર્તિક આર્યન કપિલ શર્માના શૉમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહ્યો, ત્યારે પણ તેની લવ લાઈફની જ ચર્ચા થઈ હતી.

હવે નવું વર્ષ શરૂ થયા પછી કાર્તિક આર્યનની નવી ગર્લફ્રેન્ડની પોલ ખુલી ગઈ છે. 'ભૂલભૂલૈયા' ફિલ્મના એક્ટરની એક તસવીર ઈન્ટરનેટમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના કારણે ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે, કાર્તિકની જિંદગી પણ કોઈ સ્પેશિયલ જરૂર છે.

શું કાર્તિક આર્યન પણ કોઈના પ્રેમમાં છે?
કાર્તિક આર્યને તાજેતરમાં જ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગોવામાં રજાઓ ગાળવાના અનેક ફોટા શેર કર્યા છે, જેમાં તે બીચફ્રન્ટ બેડ પર આરામ કરતો અને સૂર્યાસ્તનો આનંદ માણતો જોઈ શકાય છે. આ ફોટાના થોડા સમય બાદ Redditએ એક મહિલાની તસવીર પોસ્ટ કરી, જેણ પણ એજ બીચ પરથી ફોટા શેર કર્યા હતા.

naidunia_image

કરીના કુબિલિયુતે નામની એક મહિલાએ પણ આવો જ એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બેડ પર પર સૂઈને સૂર્યાસ્તનો આનંદ માણી રહી છે. કાર્તિક અને કરીના બંનેના બેડ પર એકસરખા ટુવાલ છે અને તેમની પાછળ વૉલિબૉલ કોર્ટ છે. આ તસવીરને જોઈને જ અંદાજો લગાવાઈ રહ્યો છે કે, કરીના કુબિલિયુતે જ કાર્તિક આર્યનની મિસ્ટ્રી ગર્લ છે. આ તસવીરોના કારણે જ એક્ટરની લવ લાઈફને લઈને ફેન્સની શંકા દ્રઢ બની ગઈ છે.

naidunia_image

કાર્તિક આર્યને કરીનાને ફૉલો કર્યાં બાદ અનફૉલો કરી
ગોવા બીચની આ તસવીરો ઉપરાંત અનેક અન્ય સ્ક્રીનશોટ ઓનલાઈન ફરતા થઈ રહ્યા છે. આ વાયરલ સ્ક્રીનશોટ મુજબ, કાર્તિક આર્યન પહેલા મિસ્ટ્રી ગર્લ કરીનાને ફોલો કરતો હતો. જોકે લિંક-અપની અફવાઓ વચ્ચે કાર્તિકે તેને અનફોલો કરી હોવાનું કહેવાય છે.

naidunia_image

બીજી તરફ કરીના પણ કાર્તિકને ફૉલો કરતી હતી, પરંતુ હવે તેણીએ પણ અભિનેતાને અનફૉલો કરી દીધો છે. શું આ કાર્તિક આર્યન પોતાના ફેન્સ અને મીડિયાથી કંઈક છુપાવી રહ્યો છે કે, પછી આ માત્ર એક સંયોગ છે કે, બન્ને જણાં એક જ સમયે એક જ બીચ પર હતા.