Karisma Kapoor સાથે ડિવોર્સ બાદ બાળકોના ભવિષ્ય માટે સંજય કપૂરે ખરીદ્યા હતા 14 કરોડના બોન્ડ, દર મહિને મળે છે લાખોની રકમ

છૂટાછેડા પછી સંજયે તેના બાળકો સમાયરા અને કિયાનના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે 14 કરોડ રૂપિયાના સરકારી બોન્ડ ખરીદ્યા. આ બોન્ડ દર મહિને 10 લાખ રૂપિયાનું વ્યાજ આપે છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 14 Jun 2025 01:01 PM (IST)Updated: Sat, 14 Jun 2025 01:01 PM (IST)
karisma-kapoor-ex-husband-sunjay-kapur-bought-bonds-worth-rs-14-crore-for-children-after-divorce

Karisma Kapoor Ex Husband Sunjay Kapur: બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને પ્રખ્યાત બિઝનેસમેન સંજય કપૂરનું ઈંગ્લેન્ડમાં પોલો મેચ દરમિયાન હાર્ટ એટેકથી અવસાન થયું હતું. સંજય કપૂરના ડિવોર્સ બાદ બાળકોની કસ્ટડી કરિશ્મા કપૂર પાસે આવી ગઈ હતી. જો કે સંજયે તેણે તેના બાળકોના ભવિષ્ય માટે 14 કરોડના બોન્ડ ખરીદ્યા હતા.

બાળકો માટે 14 કરોડના બોન્ડ ખરીદ્યા

છૂટાછેડા પછી સંજયે તેના બાળકો સમાયરા અને કિયાનના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે 14 કરોડ રૂપિયાના સરકારી બોન્ડ ખરીદ્યા. આ બોન્ડ દર મહિને 10 લાખ રૂપિયાનું વ્યાજ આપે છે, જે બાળકોના ખર્ચ માટે છે. આ ઉપરાંત સંજયે મુંબઈના ખારમાં તેના પિતાની માલિકીનું ઘર કરિશ્માને નામ કર્યું. આ ઘર ડિવોર્સ એગ્રીમેન્ટનો એક ભાગ હતું. અહેવાલ મુજબ સંજયે બાળકો માટે આ મોટું પગલું ભર્યું જેથી તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી થાય.

કેવી રીતે થયું સંજય કપૂરનું મૃત્યુ

સૂત્રોના જણાવ્યા અનુસાર રમત દરમિયાન સંજય કપૂરને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, ત્યારબાદ તેમણે રમવાનું બંધ કર્યું. મેદાનમાંથી બહાર આવ્યા પછી તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે ભૂલથી મધમાખી ગળી લીધી હતી, જેના ડંખથી હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો.