Kareena Shahid Hug: શાહિદ કપૂર અને કરીના કપૂર ખાનનો એક વિડિયો સામે આવ્યો છે જે જાયો બાદ ફેન્સ ઈમોશનલ થઈ ગયા છે. બંને જયપુરમાં યોજાયેલા IIFA ઈવેન્ટમાં સામેલ થયા હતા. આ પ્રસંગે કાર્તિક આર્યન, કરણ જોહર, કૃતિ સેનન, માધુર દીક્ષિત અને કરણ જોહર સ્ટેજ પર હતા. આ દરમિયાન કરીના સ્ટેજ પર આવી અને તેણે સ્ટેજ પર ઊભેલા તમામને ગ્રીટ કર્યાં.
એક્ટ્રેસે શાહિદ કપૂરને ગળે લગાવ્યો અને બંને વચ્ચે થોડો સમય વાતચીત પણ થઈ. હવે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બંનેની આ મુલાકાતને ફેન્સ આ વર્ષની સૌથી સુંદર ક્ષણ ગણાવી રહ્યાં છે.
શાહિદ કપૂર અને કરીનાની આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ કૉમેન્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- ગીત અને આદિત્યની મુલાકાત આવી જ થવી જોઈતી હતી. એક યૂઝરે લખ્યું- હે ભગવાન… આ શું થઈ ગયું. તો એક યૂઝરે લખ્યું- અંતે હવે બંને સમજદારોની જેમ વર્તન કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- શાહિદના મોઢા પર દર્દ દેખાય છે. એક યૂઝરે લખ્યું- કરીનાની તો ઓવર એક્ટિંગ ખતમ જ નથી થતી. જ્યારે એક યૂઝરે લખ્યું- બંનેને જોઈને ઈમોશનલ થઈ ગઈ.
કરીના અને શાહિદે 2004થી 2007 સુધી એકબીજાને ડેટ કર્યા હતા. બંને સીરિયસ રિલેશનશિપમાં હતા. બંનેએ ફિલ્મ ફિદા, ચુપ ચુપ કે અને જબ વી મેટ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ફિલ્મ જબ વી મેટનું શૂટિંગ શરુ થયા પહેલા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને થોડા વર્ષો બાદ કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા. જ્યારે શાહિદના જીવનમાં મીરાની એન્ટ્રી થઈ ગઈ. હવે બંને પોત પોતાની જિંદગીમાં આગળ વધી ગયા છે. શાહિદ અને કરીના IIFA 2025માં અલગ-અલગ પર્ફોમન્સ આપવાના છે.
