Hanuman Ansh Box Office Collection Day 46: ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીની ભક્તિભાવપૂર્ણ અને આધ્યાત્મિક ડ્રામા ફિલ્મ હનુમાન અંશ (Hanuman Ansh) બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી. પૂજ્ય આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાના જીવન પર આધારિત અને શોભિનવ સત્યા અભિનીત આ ફિલ્મે માત્ર 2 કરોડના મામૂલી બજેટમાં બની હોવા છતાં, તેના સાતમા સપ્તાહમાં પ્રવેશ કરીને કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ભારતીય સિનેમાના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોય કંડારી દીધું છે.
46મા દિવસે પણ કમાણીનો ધમધમાટ
બોક્સ ઓફિસ ટ્રેકિંગ વેબસાઈટ 'સેકનિલ્ક' (Sacnilk) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, હનુમાન અંશએ તેના સાતમા રવિવારે (45મા દિવસે) 13.75 કરોડનું ધમાકેદાર કલેક્શન કર્યું હતું. ત્યારબાદ, સાતમા સોમવારે (46મા દિવસે) પણ ફિલ્મે તેની પકડ મજબૂત રાખતા 2.45 કરોડની કમાણી કરી છે.
આ સાથે જ ફિલ્મનું કુલ ભારતીય નેટ કલેક્શન 274.33 કરોડ અને ગ્રોસ કલેક્શન 323.94 કરોડના વિશાળ આંકડાને સ્પર્શી ગયું છે. શરૂઆતના તબક્કે જે ફિલ્મ બે અઠવાડિયા પણ નહીં ટકે તેવી અટકળો હતી, તેણે મોટા પડદા પર સફળતાપૂર્વક 46 દિવસ પૂર્ણ કરીને ચમત્કાર સર્જ્યો છે.
નવી બોલિવૂડ રિલીઝ સામે ‘હનુમાન અંશ’ની સુનામી
હાલમાં થિયેટરોમાં રિલીઝ થયેલી મોટી તારાગણ ધરાવતી નવી ફિલ્મો પણ હનુમાન અંશની સુનામી સામે ટકી શકી નથી. કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારન અભિનીત મેઘના ગુલઝારની ફિલ્મ દાયરા (Daayra) એ તેના પ્રથમ ચાર દિવસમાં માત્ર 4.50 કરોડની કમાણી કરી છે, જેની સરખામણીએ સાતમા અઠવાડિયે ચાલી રહેલી હનુમાન અંશનો દબદબો છ ગણો વધારે છે.
આ ઉપરાંત, કુણાલ ખેમુ અને પ્રીતિ ઝિન્ટાની ડિટેક્ટીવ કોમેડી ફિલ્મ વાઈબ (Vibe) પણ અત્યાર સુધી માત્ર 7.45 કરોડ જ કમાઈ શકી છે. અગાઉ અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મોટા બજેટની ફિલ્મ હૈવાનને પછાડ્યા બાદ, હવે આ નાની ફિલ્મે કરીના કપૂર અને કુણાલ ખેમુ જેવા દિગ્ગજોને પણ કમાણીની સ્પર્ધામાં ઘણી પાછળ છોડી દીધા છે.
