Kapil Sharma Video: કપિલ શર્માના નવા લુકને જોઈ ચાહકો ચોંક્યાં, કહ્યું - વજન ઓછું કરવાના ચક્કરમાં…

કપિલ શર્માના વેઈટ લોસ ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો હેરાન થઈ ગયા. એક યુઝરે કહ્યું કે તેઓ કરણ જોહરથી પ્રભાવિત થયા છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 11 Apr 2025 11:41 AM (IST)Updated: Fri, 11 Apr 2025 11:41 AM (IST)
kapil-sharma-shocking-weight-loss-transformation-shocked-fans-after-watching-viral-airport-video

Kapil Sharma Weight Loss Transformation: ફેમસ કોમેડિયન કપિલ શર્મા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર નજરે પડ્યા હતા. પરંતુ આ સમયે તેમના લુકને જોઈને ચાહકો હેરાન થઈ ગયા હતા. કપિલ શર્માના વેઈટ લોસ ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો હેરાન થઈ ગયા કે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો.

કપિલ શર્માએ વજન ઘટાડ્યું

કપિલ શર્માનો જે વીડિયો વાઈરલ થયો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે તેમણે પોતાનું ઘણું વજન ઓછું કરી દીધું છે. પોતાના નવા ટ્રાન્સફોર્મેશનમાં કપિલ શર્મા ઘણા રિલેક્સ નજરે પડી રહ્યા હતા. તેમણે આ સમયે ટ્રેક સુટ પહેર્યો હતો. તેમના ચહેરા પર સુસ્તી નહિ પરંતુ તાજગી નજરે પડી રહી હતી. તે જોતા તેઓ પોતાના આ ટ્રાન્સફોર્મેશનથી ખુશ લાગી રહ્યા છે.

પાતળા દેખાવાના ચક્કરમાં બિમાર....

કપિલ શર્માના આ વીડિયો વાઈરલ થતાં લોકો તેમના પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે તેઓ કરણ જોહરથી પ્રભાવિત થયા છે. એક યુઝરે કહ્યું કે તેઓ સારા લાગી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે પાતળા દેખાવાના ચક્કરમાં તેઓ બિમાર પડી રહ્યા છે. કપિલ શર્માના વજન ઓછું થવાના લઈને કેટલાક યુઝર તેમની ચિંતા પણ કરી રહ્યા છે કે ક્યાંક વજન ઓછું કરવાના ઈન્જેક્શનથી તો આટલા વધારે વજન તો ઓછું તો નથી થઈ ગયું ને…