Jigardan Gadhavi Navratri 2026: ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે આસો નવરાત્રી 2026 નો ઉત્સવ હવે ખૂબ જ નજીક આવી રહ્યો છે. ગરબાના રસીકો માટે આ વર્ષે અમદાવાદમાં એક અનોખું અને પ્રીમિયમ આયોજન થવા જઈ રહ્યું છે. ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા પ્લેબેક સિંગર અને રોકસ્ટાર જીગરદાન ગઢવી (જીગરા) આ વર્ષે અમદાવાદમાં ગરબા રસિકોને પોતાના તાલે રમાડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
જીગરદાન ગઢવી માટે સાચી નવરાત્રી એટલે માત્ર ગરબા ગાવું કે રમવું નહીં, પરંતુ મા અંબાની ભક્તિમાં લીન થઈને પરંપરાગત સંગીત, સંસ્કૃતિ અને મા ભવાનીની આરાધનાનો સાચો આનંદ અનુભવવો. પોતાના અનોખા અવાજ અને એનર્જેટિક પરફોર્મન્સથી જાણીતા જીગરા આ નવરાત્રિમાં 'સાચી નવરાત્રી' થકી ખેલૈયાઓને એક અવિસ્મરણીય અનુભવ કરાવશે.
ક્યાં અને ક્યારે યોજાશે આ ભવ્ય ગરબા મહોત્સવ?
- તારીખ: 10 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2026 (નવરાત્રીના તમામ નોરતા દરમિયાન)
- સ્થળ: ન્યૂ સાયન્સ સિટી રોડ, અમદાવાદ (New Science City Road, Ahmedabad)
- વિશેષતા: ખેલૈયાઓને ગરમી અને અગવડતાથી બચાવવા માટે સંપૂર્ણ પ્રીમિયમ એસી ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત ટુરિઝમનું સહયોગ અને ઉત્કૃષ્ટ આયોજન
આ ભવ્ય ગરબા ઇવેન્ટનું આયોજન સાચી એન્ટેરટેનમેન્ટ (Sachi Entertainment) દ્વારા કરવામાં આવ્યું છે, જેને ગુજરાત ટુરિઝમનો સત્તાવાર સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત આ કાર્યક્રમનું સમગ્ર મેનેજમેન્ટ વેદાંત ઇવેન્ટ્સ (Vedant Events) દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે.
સાયન્સ સિટી રોડ પર નિર્માણ પામી રહેલા વિશાળ એસી ડોમમાં વિશ્વકક્ષાના સાઉન્ડ, ઉત્કૃષ્ટ લાઇટિંગ અને પ્રીમિયમ વાતાવરણ વચ્ચે ખેલૈયાઓ જીગરદાન ગઢવીના પ્રખ્યાત ગરબા અને ટ્રેડિશનલ ધૂન પર મન મૂકીને ગરબે ઘૂમી શકશે.
ટિકિટ બુકિંગ વિગત
નવરાત્રી મહોત્સવ માટે ટિકિટનું એડવાન્સ બુકિંગ 'ડિસ્ટ્રિક્ટ' (District App) પ્લેટફોર્મ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ, પ્રીમિયમ એસી ડોમ અને જીગરદાન ગઢવીના લાઈવ પરફોર્મન્સના કારણે ટિકિટની માંગ અત્યારથી જ ખૂબ વધારે જોવા મળી રહી છે.
