Who is Jannat Mirza:પાકિસ્તાનની જન્નત મિર્ઝા કોણ છે કે જેને 2.56 કરોડ લોકો કરે છે ફોલો

શું તમે જાણો છો કે પાકિસ્તાનમાં ટિકટૉક પર સૌથી વધારે ફોલોઅર્સ કોણ ધરાવે છે. જન્નત મિર્ઝા કે જેની સામે અનેક સીતારાઓ પાછળ છૂટી ગયા છે. ટિકટોક પર તે આશરે 2.56 કરોડ ફોલોઅર્સ એટલે કે 25 મિલિયન છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 17 Oct 2026 04:58 PM (IST)Updated: Sat, 17 Oct 2026 04:58 PM (IST)
jannat-mirza-pakistani-most-followed-on-tiktok-star-have-25-million-followers

Who is Jannat Mirza:શું તમે જાણો છો કે પાકિસ્તાનમાં ટિકટૉક પર સૌથી વધારે ફોલોઅર્સ કોણ ધરાવે છે. જન્નત મિર્ઝા કે જેની સામે અનેક સીતારાઓ પાછળ છૂટી ગયા છે. ટિકટોક પર તે આશરે 2.56 કરોડ ફોલોઅર્સ એટલે કે 25 મિલિયન છે. વર્તમાન સમયમાં ઉપલબ્ધ રેકિંગમાં તે પાકિસ્તાનની સૌથી વધારે ફોલો કરવામાં આવતી ટિકટોક ક્રિએટર છે.

જન્નત મિર્ઝાના ટિકટોક અકાઉન્ટ પર 3,400થી વધારે વીડિયો છે. જ્યારે તેના વીડિયોને 91.5 કરોડથી વધારે લાઈક મળી ચુક્યા છે.

કેવી રીતે મળી આટલી મોટી ઓળખ

જન્નત મિર્ઝા નાના વીડિયો અને લિપ-સિંક કન્ટેન્ટથી સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ છે. ધીમે ધીમે તેના વીડિયો મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવા લાગ્યા છે અને તે પાકિસ્તાનની ચર્ચિત ડિજિટલ ક્રિએટર્સમાં સામેલ થઈ ગઈ છે. તેની લોકપ્રિયતાનો મોટો પડાવ જૂન 2024માં આવ્યો હતો. જ્યારે તેને ટિકટોક પર 2.5 કરોડ ફોલોઅર્સ પૂરા કર્યાં હતા. તે સમયે પાકિસ્તાનની મીડિયાએ પણ તેને મોટી ઉપલબ્ધિ તરીકે રિપોર્ટ તૈયાર કર્યો હતો. ત્યારબાદ પણ તેમના સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતા યથાવત રહી છે. ઓક્ટોબર 2026ના ઉપલબ્ધ આંકડાકીય માહિતીમાં તેના ફોલોઅર આશરે 2.56 કરોડ છે.

ફક્ત ટિકટોક સુધી જ મર્યાદિત નથી લોકપ્રિયતા 

જન્નત મિર્ઝાની ઓળખ ફક્ત ટિકટોક સુધી જ મર્યાદિત નથી. તે ઈન્સ્ટાગ્રામ પર લાખોની સંખ્યામાં લોકો સાથે જોડાયેલ છે. તે ઉપરાંત તે પાકિસ્તાનની ફિલ્મ તેરે બજરે દી રાખીમાં પણ કામ કર્યું છે. એટલે કે નાના નાના વીડિયોથી શરૂ થયેલી તેની સફર હવે સોશિયલ મીડિયા પર મનોરંજનની દુનિયા સુધી પહોંચી ગઈ છે.

વર્તમાન સમયમાં પાકિસ્તાન ટિકટોક રેન્કિંગમાં જન્નત મિર્ઝા બાદ કંવલ આફતાબ આવે છે. જે 2.2 કરોડ ફોલોઅર્સ સાથે બીજા ક્રમાંક પર છે. અલી હૈદરાબાદી પણ 2.17 કરોડ ફોલોઅર્સ ધરાવે છે.તેના આધારે અંદાજ લગાવી શકાય છે કે જન્નત મિર્ઝાની લોકપ્રિયતા કેટલી વિશાળ છે. તેના અને બીજા ક્રમાંક વચ્ચે આશરે 36 લાખ ફોલોઅર્સનું અંતર છે.