Hera Pheri 3 News: શું હિમેશ રેશમિયા 'બાબુ ભૈયા' પરેશ રાવલથી નારાજ છે? જાણો 'હેરા ફેરી 3' ને લઈને ચાલુ કોન્સર્ટમાં શું કહ્યું…

હિમેશ રેશમિયાએ મુંબઈ કોન્સર્ટમાં પરેશ રાવલનું નામ લીધા વિના તેમના હેરાફેરી 3 છોડવા અંગે નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 02 Jun 2025 10:33 AM (IST)Updated: Mon, 02 Jun 2025 10:33 AM (IST)
himesh-reshammiya-on-paresh-rawal-exit-from-hera-pheri-3

Hera Pheri 3 Paresh Rawal: પરેશ રાવલ હેરા ફેરી 3 છોડવાને લઈને ચર્ચામાં છે. ચાહકો તેમના આ નિર્ણયને લઈને નારાજ છે કારણ કે તેઓ બાબુ ભૈયાના પાત્ર સાથે દિલથી જોડાયેલા છે. ત્યારે હેરા ફેરી 2 માં મ્યુઝિક કમ્પોઝ કરનાર સિંગર હિમેશ રેશમિયાએ આ વિવાદ મામલે નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

હિમેશ રેશમિયા પરેશ રાવલથી નારાજ છે?

હિમેશ રેશમિયાએ મુંબઈ કોન્સર્ટમાં પરેશ રાવલનું નામ લીધા વિના તેમના હેરાફેરી 3 છોડવા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પહેલી હેરા ફેરીમાં પણ તેમનું પાત્ર કમાલનું હતું. હેરા ફેરી 2 માં પણ તેઓ અદભૂત હતા અને હવે તેઓ ફરી એક વાર મહાન બનશે. તેમના આ કોન્સર્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

હિમેશ રેશમિયાના આ નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓ પણ પરેશ રાવલના હેરા ફેરી 3 છોડવાના નિર્ણયને લઈને ખુશ નથી. આ સાથે જ તેઓ કોન્સર્ટમાં ફિર હેરા ફેરીનું ગીત જુમ્મે રાતનું સોંગ્સ ગાવા લાગે છે. ઉલ્લેખનીય છે કે હિમેશ રેશમિયાએ હેરા ફેરી 2 માં મ્યુઝિક કમ્પોઝ કર્યું હતું અને તેની પહેલાની હેરા ફેરીમાં ગીત પણ ગાયું હતું.