ગુજરાતી લોકગાયક હરિ ભરવાડનું નવું સોંગ 'કોયલ વાણી' ટૂંક સમયમાં થશે રિલીઝ

ગાયક હરિ ભરવાડે પોતે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેમના આ મોસ્ટ અવેટેડ સોંગ 'કોયલ વાણી' નું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 07 Sep 2026 10:20 AM (IST)Updated: Mon, 07 Sep 2026 10:33 AM (IST)
hari-bharwad-new-gujarati-song-goyal-vani-releasing-soon-hk-bhat-officials-youtube
હરિ ભરવાડ નવું ગીત

Hari Bharwad New Song: ગુજરાતી લોકસંગીત અને સંતવાણી ક્ષેત્રે પોતાના બુલંદ અવાજથી લાખો ચાહકોના દિલ જીતનારા લોકપ્રિય ગાયક હરિ ભરવાડ ફરી એકવાર પોતાના નવોદિત સંગીત પ્રોજેક્ટ સાથે ચાહકો વચ્ચે આવી રહ્યા છે. હરિ ભરવાડનું નવું ભક્તિમય અને લોકસંગીતથી સભર સોંગ 'કોયલ વાણી' ખૂબ જ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. આ નવા ગીતને લઈને તેમના ચાહકો અને ગુજરાતી સંગીતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શૂટિંગ પૂર્ણ, 'HK Bhat Officials' પર થશે રિલીઝ

ગાયક હરિ ભરવાડે પોતે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેમના આ મોસ્ટ અવેટેડ સોંગ 'કોયલ વાણી' નું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. સોંગનું પોસ્ટ-પ્રોડક્શન કામ પણ આખરી તબક્કામાં છે અને તે ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે 'HK Bhat Officials' યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવશે. આ ગીતમાં પરંપરાગત ગુજરાતી લોકસંસ્કૃતિ, ભક્તિરસ અને આધુનિક મ્યુઝિકનું એક અદ્ભુત મિશ્રણ જોવા મળશે.

ગુજરાતી સંગીત જગતમાં ભારે આતુરતા

હરિ ભરવાડે પોતાના આગવા અંદાજ અને ભજન તથા લોકગીતો દ્વારા ગુજરાતી સંગીત ઉદ્યોગમાં એક ખાસ ઓળખ ઊભી કરી છે. તેમના દરેક ગીત અને આલ્બમને સોશિયલ મીડિયા તથા યુટ્યુબ પર મિલિયન્સમાં વ્યુઝ મળે છે. 'ગોયલ વાણી' ના શૂટિંગ પૂર્ણ થવાના અને ટૂંક સમયમાં રિલીઝ થવાના સમાચાર વહેતા થતાં જ તેમના ચાહકોમાં આનંદની લહેર ફરી વળી છે. 'HK Bhat Officials' યુટ્યુબ ચેનલ પર ટૂંક સમયમાં તેનું ટીઝર અને પોસ્ટર પણ આઉટ કરવામાં આવશે.

ગોયલ વાણી સોંગના લોકેશન, સંગીત નિર્દેશન અને વિઝ્યુઅલ્સને લઈને પણ મોટી તૈયારીઓ કરવામાં આવી છે. હરિ ભરવાડના ચાહકો આતુરતાપૂર્વક આ સોંગની રિલીઝ ડેટની વાટ જોઈ રહ્યા છે.