Hanuman Ansh Box Office Collection: માત્ર 2 કરોડના બજેટ સામે 309 કરોડની કમાણી! 'હનુમાન અંશ' ફિલ્મે બોક્સ ઓફિસ પર સર્જ્યો નવો ઇતિહાસ

Sacnilk ના અહેવાલ મુજબ, માત્ર ₹2 કરોડના અત્યંત મર્યાદિત બજેટમાં બનેલી આ ફિલ્મની શરૂઆત પ્રથમ દિવસે ₹10 લાખના કલેક્શન સાથે થઈ હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 18 Sep 2026 10:30 AM (IST)Updated: Fri, 18 Sep 2026 10:30 AM (IST)
hanuman-ansh-box-office-collection-day-42-worldwide-300-crore-mark
હનુમાન અંશ બોક્સ ઓફિસ કલેક્શન,

Hanuman Ansh Box Office Collection: ઓછા બજેટની પણ કન્ટેન્ટથી ભરપૂર ફિલ્મો બોક્સ ઓફિસ પર કેવી રીતે કમાલ કરી શકે છે, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ફિલ્મ 'હનુમાન અંશ' (Hanuman Ansh) પૂરું પાડી રહી છે. 7 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે રિલીઝના 42 દિવસ પૂર્ણ કરી લીધા છે અને હજુ પણ દેશ-વિદેશના બોક્સ ઓફિસ પર તેનું શાનદાર પ્રદર્શન યથાવત છે.

બોક્સ ઓફિસ કલેક્શન: 42મા દિવસનો રિપોર્ટ

Sacnilk ના અહેવાલ મુજબ, માત્ર ₹2 કરોડના અત્યંત મર્યાદિત બજેટમાં બનેલી આ ફિલ્મની શરૂઆત પ્રથમ દિવસે ₹10 લાખના કલેક્શન સાથે થઈ હતી. પ્રારંભિક બે અઠવાડિયા સુધી કમાણી ધીમી રહ્યા બાદ, ત્રીજા અઠવાડિયાથી માઉથ-ઓફ-પબ્લિસિટીના કારણે ફિલ્મની ગતિમાં મોટો ઉછાળો આવ્યો હતો. ફિલ્મે તેના 42મા દિવસે (છઠ્ઠા ગુરુવારે) ₹6.25 કરોડની કમાણી કરી છે. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન ₹243.38 કરોડ અને ગ્રોસ કલેક્શન ₹287.40 કરોડ સુધી પહોંચી ગયું છે.

વૈશ્વિક સ્તરે ડંકો વાગ્યો

વિદેશી બજારોમાં પણ 'હનુમાન અંશ'ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મે 42 દિવસમાં ઓવરસીઝ માર્કેટમાંથી ₹21.75 કરોડ એકઠા કર્યા છે, જેમાં માત્ર ગુરુવારનું વિદેશી કલેક્શન ₹1.50 કરોડ રહ્યું હતું. આ સાથે જ ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન ₹309.15 કરોડની હિસ્ટોરિક સપાટીએ પહોંચી ગયું છે.

નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ

'હનુમાન અંશ' એ વિશાલ ચતુર્વેદી દ્વારા લિખિત અને નિર્દેશિત એક બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્માણ 'સ્વયંભૂ મીડિયા નેટવર્ક'ના બેનર હેઠળ થયું છે. આ ફિલ્મ પ્રસિદ્ધ પુસ્તક 'ડિવાઇન ડિટૂર: ધેટ ચેન્જ્ડ માય લાઇફ' પર આધારિત છે, જે નીમ કરોલી બાબાના દિવ્ય જીવન પ્રસંગોનું આલેખન કરે છે.

ફિલ્મમાં શોભિનવ સત્યા અને ચંદન આનંદ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે અનિલ રસ્તોગી, સુગંધા મલ્હોત્રા, ભગવાનદાસ પટેલ, પૂર્ણિમા તિવારી અને નેહા પરાંજપે જેવા કલાકારોએ પણ મહત્વના પાત્રો ભજવ્યા છે. થિયેટરોમાં 'મિર્ઝાપુર: ધ મૂવી' જેવી મોટી ફિલ્મોની હાજરી વચ્ચે પણ 'હનુમાન અંશ' પોતાની મજબૂત પકડ જાળવી રાખવામાં સફળ રહી છે.