બોક્સ ઓફિસ પર 'Hanuman Ansh'ની જોરદાર દહાડ: 35મા દિવસે કમાણીમાં મોટો ઉછાળો, 200 કરોડની ક્લબ નજીક

'હનુમાન અંશ' સાબિત કર્યું છે કે કન્ટેન્ટ દમદાર હોય તો શરૂઆત ગમે તેવી હોય, પરિણામ અસાધારણ જ મળે છે. ઓપનિંગ વીકેન્ડમાં માત્ર 60 લાખનું કલેક્શન કરનારી આ ફિલ્મે માઉથ-ઓફ-વર્ડના જોરે અભૂતપૂર્વ સફળતા મેળવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 11 Sep 2026 09:58 AM (IST)Updated: Fri, 11 Sep 2026 09:58 AM (IST)
hanuman-ansh-box-office-collection-35-days-192-crore-neem-karoli-baba
હનુમાન અંશ બોક્સ ઓફિસ કલેક્શન ડે 35

Hanuman Ansh Box Office Collection Day 35: પરમ પૂજ્ય નીમ કરોલી બાબાના દિવ્ય જીવન પર આધારિત ભક્તિ-પ્રધાન ફિલ્મ 'હનુમાન અંશ' (Hanuman Ansh) બોક્સ ઓફિસ પર રોજ નવા રેકોર્ડ સર્જી રહી છે. રિલીઝના 35મા દિવસે પણ મજબૂત કલેક્શન જાળવી રાખીને આ ફિલ્મ હવે વિશ્વભરમાં 200 કરોડની જાદુઈ 'ડબલ સેન્ચ્યુરી' ફટકારવાના આરે પહોંચી ગઈ છે. વિશાલ ચતુર્વેદીના દમદાર દિગ્દર્શન અને શોભિનવ સત્યાના તપસ્વી પાત્રમાં અદ્ભુત અભિનયે પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે.

35 દિવસમાં 192.75 કરોડની કમાણી

'હનુમાન અંશ' સાબિત કર્યું છે કે કન્ટેન્ટ દમદાર હોય તો શરૂઆત ગમે તેવી હોય, પરિણામ અસાધારણ જ મળે છે. ઓપનિંગ વીકેન્ડમાં માત્ર 60 લાખનું કલેક્શન કરનારી આ ફિલ્મે માઉથ-ઓફ-વર્ડના જોરે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. Sacnilk ના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે 35 દિવસમાં વૈશ્વિક સ્તરે 192.75 કરોડની કમાણી કરી લીધી છે. બુધવાર સુધી ફિલ્મનું વૈશ્વિક કલેક્શન 180 કરોડ હતું, જેમાં ગુરુવારે જંગી ઉછાળા સાથે એક જ દિવસમાં આશરે 12 કરોડ ઉમેરાયા છે. હવે આ ફિલ્મ 200 કરોડના ક્લબથી માત્ર 8 કરોડ દૂર છે.

વર્ષ 2026ની છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

કમાણીના મામલે આ નાની બજેટની ફિલ્મે બોલીવુડની અનેક સુપરસ્ટાર સ્ટારર ફિલ્મોને ધૂળ ચાટતી કરી દીધી છે. 'હનુમાન અંશ' એ વર્ષ 2026ની સૌથી વધુ કમાણી કરનારી ટોચની 10 ફિલ્મોમાં સ્થાન બનાવી લીધું છે. બોક્સ ઓફિસ કલેક્શનના મામલે આ ફિલ્મે સુપરસ્ટાર યશની 'ટૉક્સિક' (Toxic), મોટા બજેટની 'મિર્ઝાપુર: ધ મૂવી' (Mirzapur: The Movie), 'વેલકમ ટુ ધ જંગલ' (Welcome to the Jungle) અને 'કોકટેલ 2' (Cocktail 2) જેવી મલ્ટિસ્ટારર ફિલ્મોને પાછળ છોડીને વર્ષની 6ઠ્ઠી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં રિલીઝ થવા સજ્જ

ભારતીય અને ગ્લોબલ બોક્સ ઓફિસ પર ઐતિહાસિક સફળતા મેળવ્યા બાદ શોભિનવ સત્યા સ્ટારર 'હનુમાન અંશ' હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે રિલીઝ થઈ રહી છે. નીમ કરોલી બાબાના દિવ્ય ચમત્કારો અને મહિમા વિશ્વભરમાં વ્યાપેલા હોવાથી વિદેશી બજારોમાં પણ આ ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ સર્જશે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.