Navratri 2026: સિંગર રિદ્ધિ વ્યાસે પાંચમા નોરતાના ગરબા લુકના ફોટોઝ શેર કર્યા, મહેસાણામાં બોલાવી ગરબાની રમઝટ

પાંચમા નોરતે યોજાયેલા પોતાના ગરબા ઈવેન્ટના ખાસ ફોટોશૂટ સાથે તેમણે સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરી છે, જે ટૂંક સમયમાં વાયરલ થઈ ગઈ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 16 Oct 2026 12:22 PM (IST)Updated: Fri, 16 Oct 2026 12:22 PM (IST)
gujarati-singer-riddhi-vyas-5th-norata-navratri-2026-outfit-and-jewelry
સિંગર રિદ્ધિ વ્યાસ

Riddhi Vyas Navratri Out fit: નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે, ત્યારે ગુજરાતી સંગીત જગતની જાણીતી ગાયિકા રિદ્ધિ વ્યાસે (Riddhi Vyas) પણ પોતાના પરંપરાગત લુક અને શાનદાર ગરબા પરફોર્મન્સથી ચાહકોના દિલ જીતી લીધા છે. પાંચમા નોરતે યોજાયેલા પોતાના ગરબા ઈવેન્ટના ખાસ ફોટોશૂટ સાથે તેમણે સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરી છે, જે ટૂંક સમયમાં વાયરલ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર આકર્ષક આઉટફિટ અને કેપ્શન શુટિંગ

સિંગર રિદ્ધિ વ્યાસે પોતાના પાંચમા નોરતાના આઉટફિટના સુંદર ફોટોઝ પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "Bringing the magical beats and festive colors together! Ready to make every moment unforgettable." તેમના આ આકર્ષક પરંપરાગત ચણિયાચોળી અને જ્વેલરી સાથેના લુકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમની સુંદરતા તેમજ ગાયકીના વખાણ કરી રહ્યા છે.

મહેસાણાના 'બ્લિસ વોટર પાર્ક' ખાતે બોલાવી ગરબાની રમઝટ

15 ઓક્ટોબરના રોજ એટલે કે નવરાત્રીના પાંચમા નોરતે, રિદ્ધિ વ્યાસે મહેસાણા સ્થિત જાણીતા 'બ્લિસ વોટર પાર્ક' (Bliss Water Park) ખાતે ગરબા નાઈટમાં પોતાની ગાયકીનો જાદુ વિખેર્યો હતો. તેમના સૂરીલા અવાજ અને ઉત્સાહવર્ધક ગરબાના તાલે હજારો ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા.

મહેસાણા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રિદ્ધિ વ્યાસના લોકપ્રિય ગરબા અને ટ્રેડિશનલ ગીતો પર ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગરબા પ્રોગ્રામાં હાજર લોકોએ તેમના લાઈવ પરફોર્મન્સને ખૂબ બિરદાવ્યું હતું અને વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.

ખેલૈયાઓમાં રિદ્ધિ વ્યાસનું ભારે આકર્ષણ

ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં રિદ્ધિ વ્યાસે પોતાના અનન્ય અવાજ અને સ્ટેજ પ્રેઝન્સથી એક અલગ ઓળખ ઊભી કરી છે. નવરાત્રી દરમિયાન તેમના લાઈવ ગરબા શોમાં મોટી સંખ્યામાં યુવાધન અને પરિવારજનો ઉમટી પડે છે. પાંચમા નોરતે બ્લિસ વોટર પાર્કમાં તેમણે રજૂ કરેલા ગરબાના તાલ પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા.