Rajal Barot Wedding: ગુજરાતી સિંગર રાજલ બારોટે યુવા નેતા અલ્પેશ બાંભણિયા સાથે લગ્ન કરી લીધા છે. ગઈ કાલે ધૂમધામથી રાજલ બારોટે અલ્પેશ બાંભણિયા સાથે લગ્નના સાત ફેરા લઈને પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
લગ્ન મંડપમાં રાજલ બારોટની રૉયલ એન્ટ્રી
લગ્ન મંડપમાં વરરાજા અલ્પેશ બાંભણિયાની રોયલ એન્ટ્રી કરવામાં આવી હતી. તો સાથે જ રાજલ બારોટ પણ લાલ રંગના ઘરચોળામાં સુંદર લાગી રહી હતી. બંનેની રોયલ એન્ટ્રી ધુમધામથી કરવામાં આવી હતી. આતશબાજી સાથે લગ્નમંડપમાં દંપતીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયો પર વાયરલ થયો છે.
રાજલ બારોટની વિદાય પ્રસંગે રાકેશ બારોટ રડી પડ્યા
પોતાના લગ્નમાં રાજલ બારોટે તેમના સ્વર્ગસ્થ મણીરાજ બારોટેને યાદ કરતાં ભાવુક થઈ હતી. તો રાજલ બારોટની વિદાય પ્રસંગે રાકેશ બારોટ રડી પડ્યા હતા. રાજલ બારોટના લગ્નનમાં અનેક મોટા કલાકારો સહિત સગાસંબંધીઓએ હાજરી આપી હતી.
કોણ છે અલ્પેશ બાંભણીયા
રાજલ બારોટના પતિ અલ્પેશ બાંભણિયા કોળી સમાજના અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણીયાના દીકરા છે. ઉનામાં તેઓ યુવા નેતા તરીકે પ્રખ્યાત છે. તેઓ ઉના નગરપાલિકાના સદસ્ય અને જાણીતા સમાજસેવક છે. તેઓ ઉના પાલિકાના કાઉન્સિર તરીકે પણ ચુંટાઈ આવ્યા છે. અલ્પેશ બાંભણિયા અનેકવાર રાજલ બારોટના ગરબાના કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે.
