Kinjal Dave: સગાઈ થયા બાદ કિંજલ દવેની પ્રથમ પોસ્ટ- 'હું અને ધ્રુવિન અમારા નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યાં છીએ'

'તમારા દરેક મેસેજ અને દર્શાવેલી લાગણીઓએ અમારા જીવનના આ નવા પ્રકરણનું વધું મધુર બનાવ્યું છે'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Dec 2025 07:57 PM (IST)Updated: Wed, 10 Dec 2025 08:02 PM (IST)
gujarati-singer-kinjal-dave-first-social-media-post-after-engagement-with-dhruvin-shah
HIGHLIGHTS
  • 6 ડિસેમ્બરે કિંજલ દવેએ Jo-Jo એપના ફાઉન્ડર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી
  • કિંજલ દવેએ સોશિયલ મીડિયામાં મિત્રો અને પરિવારજનોનો દિલથી આભાર માન્યો

Kinjal Dave: ગુજરાતનાં જાણીતાં ગાયિકા કિંજલ દવેની ગુજરાતી બિઝનેસમૅન ધ્રુવિન શાહ (Dhruvin Shah) સાથે સગાઈ થઈ છે. કિંજલ દવેએ સોશિયલ મીડિયા દ્વારા આ સગાઈની જાહેરાત કરી હતી, જેમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વીડિયો અને ફોટોગ્રાફ પણ શૅર કરવામાં આવ્યા છે.

ગુજરાતી 'ગરબા ક્વિન' કિંજલ દવેએ બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે આજથી ચારેક દિવસ પહેલા 6 ડિસેમ્બરના રોજ સગાઈ કરી લીધી છે. કિંજલે અચાનક પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સગાઈની જાહેરાત કરતાં ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા અને કૉમેન્ટમાં બન્નેને શુભેચ્છા આપતા હતા. હવે કિંજલ દવેએ સૌ કોઈનો આભાર માનતી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયામાં મૂકી છે.

પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કિંજલ દવેએ લખ્યું છે કે, અમે નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ આનંદની ઘડીમાં જે લોકો પ્રેમથી અમારી આ ખુશીમાં જોડાયા છે, તે સૌ કોઈનો અમે આભાર માનીએ છીએ.

'ચાર-ચાર બંગડીવાળી' અને 'અમે ગુજરાતી લહેરી લાલા' ગીતથી જાણીતી ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર God's Plan કેપ્શન હેઠલ પોતાની ધ્રુવિન શાહ સાથે સગાઈનો વીડિયો મૂક્યો હતો. આ સાથે જ ગુજરાતી ફિલ્મ અને કલા જગત સાથે સંકળાયેલી હસ્તીઓએ બન્નેને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર ઉપરાંત જાણીતા ગાયકો આમીર મીર અને ઈશાની દવેનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે, કિંજલ દવેની જેની સાથે સગાઈ થઈ છે, તે ધ્રુવિન શાહ Jo-Jo એપના ફાઉન્ડર હોવાની સાથે-સાથે એક અભિનેતા પણ છે. ધ્રુવિન શાહે અમેરિકામાં એક્ટિંગની તાલીમ લીધેલી છે અને તે ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી અને સ્પેનિશ ભાષા પણ જાણે છે.