Kinjal Dave Engagement: 'ચાર-ચાર બંગડીવાળી' ગીતથી લોકપ્રિય થયેલી અને પછી આજ ગીત દ્વારા વિવાદમાં સપડાયેલી 'ગરબા ક્વિન' તરીકે જાણીતી ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. એવામાં કિંજલ દવેના પૂર્વ મંગેતર પવન જોશીની સોશિયલ મીડિયામાં એક રીલ્સ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેને કિંજલ દવેની સગાઈ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
હકીકતમાં ગઈકાલે જ કિંજલ દવેએ ધ્રુવિન શાહ નામના યુવક સાથે સગાઈ કરી હોવાની પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી હતી. જે બાદ હવે કિંજલના પૂર્વ મંગેતરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે.
પવન જોશીએ તેના હિન્દી કેપ્શનમાં લખ્યું છે, જેનો ગુજરાતી ભાવાર્થ જોઈએ તો, પ્રેમમાં મૃત્યુ છે, મુક્તિ નહીં. જુદા પડ્યા પછી પણ ક્યાં એ પાછો ફરશે, જે સાથે રહીને પણ ક્યારેય તારો નહતો.
આ સાથે જ બેકગ્રાઉન્ડમાં કોઈ ઉર્દુ શાયરનો શેર સંભળાઈ રહ્યો છે. જેમાં કવિ કહી રહ્યા છે કે,
'હમને પૂછા કિસી ઔર કે હોને લગે હો
મુસ્કુરાકર બોલે આપકે થે કબ'
પવન જોશીની આ પોસ્ટ પર લોકો તેના સપોર્ટમાં કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે શાયરાના અંદાજમાં લખ્યું છે કે,
સાહેબ હું એજ શીખવામાં કાચો રહી ગયો, અહીંયા કિંમત રુપિયાની હતી અને હું લાગણીઓ ફંફોળતો રહી ગયો
અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, તું દરિયો છે મારા ભાઈ, એક માછલી જવાથી રડાય નહીં. એક યુઝર્સે લખ્યું કે, જતું રહ્યું એ તમારું હતું જ નહીં, જો હોત તો જતું જ નહીં
જણાવી દઈએ કે, એપ્રિલ-2018માં કિંજલ દવેએ પવન જોશી સાથે સાટા પદ્ધતિમાં સગાી કરી હતી. જે અંતર્ગત કિંજલ દવેના ભાઈ આકાશની સગાઈ પવન જોશીની બહેન સાથે કરવામાં આવી હતી. જો કે પાંચ વર્ષ બાદ પવન જોશીની બહેને આકાશ સાથે સગાઈ તોડી નાંખી હતી. જેના કારણે કિંજલ દવે અને પવન જોશીનું સગપણ પણ તૂટી ગયું હતુ.
