Geeta Ben Rabari New Song Released: નવરાત્રી 2023ને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ચાહકોની સાથે ગાયકો પણ ભારે ઉત્સાહમાં છે. કચ્છી કોયલ અને ગુજરાતની લોકપ્રિય ગાયક ગીતા રબારી (Geeta Rabari) હાલ પ્રીનવરાત્રીના સેલિબ્રેશનને લઈને અમેરિકામાં છે. ત્યારે નવરાત્રી પર ગીતા રબારીના મધુર અવાજમાં નવું ગીત પણ રિલીઝ થયું છે જેનું નામ છે 'સિંધથી હામૈયા કરાવો..'
આ ગીતને સુર સાગર મ્યુઝીક નામની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરાયું છે. જેના ગાયક ગીતા રબારી છે. ઓરિજનલ ગીત કમ્પોઝીશન અને લિરિક્સ દેવરાજ અડ્રોજ અને ભરત રાવતના છે. ગીત ખુબજ મધુર સ્વરે ગવાયેલું છે જે ખેલૈયાઓને ખુબ પસંદ પડી રહ્યું છે. તેમા રેપ ક્રુઝે કરેલું છે.
ગીત પર ચાહકો પણ સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ચાહકોએ લખ્યું છે કે ગીતા રબારીએ બૂમ પડાવી દીધી છે. ગીતનું કમ્પોઝીશન પણ ચાહકોને ગમ્યું છે.
આ પણ વાંચો
આ ઉપરાંત વધુ એક ગીત 'મારે જાવુ' ગીત પણ રિલીઝ થયું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
