ગુજરાતી ફિલ્મ ‘અંબા’નું પ્રથમ ભક્તિમય ગરબા ગીત ‘અંબા રમવા આવે’ રિલીઝ થયું

આ ફિલ્મ ગીરના પંથકમાં માનવ અને સાવજ વચ્ચેના ભાવનાત્મક સંબંધો, સહજીવન તથા ત્રાડ અને ઝાંઝરીની દોસ્તી પર આધારિત અદ્ભુત વાર્તા રજૂ કરે છે. વિજયગીરી બાવા અને રામ મોરી દ્વારા લિખિત આ ફિલ્મમાં ‘લાલો ની તુલસી’ ખ્યાત અભિનેત્રી રીવા રાચ્છ મુખ્ય ‘અંબા’નું શીર્ષક પાત્ર ભજવી રહી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 23 Sep 2026 08:14 AM (IST)Updated: Wed, 23 Sep 2026 08:14 AM (IST)
gujarati-movie-amba-first-garba-song-amba-ramva-aave-launched
અંબા રમવા આવે

Amba Ramva Aave Garba Song: નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (NeemTree Entertainment) અને વિજયગીરી ફિલ્મ ઓએસ (Vijaygiri FilmOs) દ્વારા શ્રી પરિમલ નાથવાણીના આશીર્વાદ સાથે નિર્મિત તથા વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત આગામી બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ ‘અંબા’ના પ્રથમ પાવન અને ભક્તિમય ગરબા ગીત ‘અંબા રમવા આવે’નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ભૂમિ નાથવાણી દ્વારા નિર્મિત આ ફિલ્મ ડિસેમ્બર 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

સાવજ અને માનવના ભાવનાત્મક સંબંધની અનોખી કથા

આ ફિલ્મ ગીરના પંથકમાં માનવ અને સાવજ વચ્ચેના ભાવનાત્મક સંબંધો, સહજીવન તથા ત્રાડ અને ઝાંઝરીની દોસ્તી પર આધારિત અદ્ભુત વાર્તા રજૂ કરે છે. વિજયગીરી બાવા અને રામ મોરી દ્વારા લિખિત આ ફિલ્મમાં ‘લાલો ની તુલસી’ ખ્યાત અભિનેત્રી રીવા રાચ્છ મુખ્ય ‘અંબા’નું શીર્ષક પાત્ર ભજવી રહી છે. તેમની સાથે દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ, ફિરોઝ ઈરાની, સ્વાતિ દવે અને રિદ્ધિ ડાંગર જેવા અનુભવી કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ગીતના વિઝ્યુઅલ્સમાં પાઘડી પહેરેલો સિંહ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે.

દિગ્ગજ સંગીતકારો અને સિતારાઓનો સમન્વય

સંગીતકાર જોડી કેદાર અને ભાર્ગવ દ્વારા તૈયાર કરાયેલ આ ગીત મિલિન્દ ગઢવીએ લખ્યું છે અને તેને વ્રત્તિની પુરોહિતે અવાજ આપ્યો છે. આ ગરબા ગીતમાં રીવા રાચ્છ સાથે ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓ મોનલ ગજ્જર, નેત્રી ત્રિવેદી અને શ્રદ્ધા ડાંગર પણ વિશેષ રૂપે જોવા મળે છે.

પ્રાચીન શૈલી અને ભવ્ય કોરિયોગ્રાફી

સંજય લીલા ભંસાલીની ફિલ્મોમાં યાદગાર કોરિયોગ્રાફી કરનાર સમીર અને અર્શ તન્ના દ્વારા આ ગીતની કોરિયોગ્રાફી કરવામાં આવી છે. પ્રાચીન ગરબાની અસલ શૈલી ધરાવતું આ ગીત શ્રોતાઓ માટે યુટ્યુબ સહિત તમામ મ્યુઝિક પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થઈ ગયું છે.