Riddhi Vyas: ગુજરાતી જાગરણને ચાર વર્ષ પૂર્ણ થવા પર સિંગર રિદ્ધી વ્યાસે પાઠવી શુભકામના

રિદ્ધી વ્યાસે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતી જાગરણને સફળતાનાં 4 વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. ગુજરાતી ભાષા, સમાજ અને જનહિતના વિવિધ વિષયોને વાચા આપતાં ગુજરાતી જાગરણનું પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન પ્રશંસનીય છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 09 Sep 2026 08:21 AM (IST)Updated: Wed, 09 Sep 2026 08:27 AM (IST)
gujarati-jagran-4th-anniversary-wishes-singer-riddhi-vyas
રિદ્ધી વ્યાસ

Gujarati Jagran 4th Anniversary: દૈનિક જાગરણ સમૂહ દ્વારા વર્ષ 2022માં ગુજરાતી આવૃત્તિ ગુજરાતી જાગરણની શરૂઆત કરવામાં આવી હતી. 9 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતી જાગરણને 4 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે. આ ચાર વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાંચકોના હૃદયમાં ગુજરાતી જાગરણે સ્થાન મેળવ્યું છે. ત્યારે ગુજરાતી સિંગર રિદ્ધી વ્યાસ દ્વારા ગુજરાતી જાગરણને ચાર વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવી છે.

રિદ્ધી વ્યાસનો શુભેચ્છા સંદેશ

સત્ય, નિષ્પક્ષ અને સચોટ સમાચાર પીરસવાની પોતાની અનોખી શૈલી દ્વારા 'ગુજરાતી જાગરણ' ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક ચાર વર્ષ પૂર્ણ કરીને પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, તે બદલ સમગ્ર ગુજરાતી જાગરણ ટીમ, પત્રકારો અને સંચાલકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ!

આપની આ સફળતાયાત્રા નિરંતર આગળ વધતી રહે, ચેનલ પ્રગતિના નવા શિખરો સર કરે અને પ્રજાનો અવાજ બનીને સાચા અર્થમાં પત્રકારત્વના મૂલ્યોનું જતન કરતી રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના.

પાંચમા વર્ષમાં પ્રવેશ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

ગુજરાતી જાગરણ વિશે

જાગરણ ન્યૂ મીડિયા (JNM) એ જાગરણ પ્રકાશન લિમિટેડની ડિજિટલ વિંગ છે. ગુજરાતી જાગરણ (https://www.gujaratijagran.com/) એ જાગરણ ન્યૂ મીડિયાની ગુજરાતી સમાચાર અને માહિતી સાઈટ છે. જે ગુજરાતી ભાષામાં ગુજરાત સાથે બિઝનેસ-વેપાર જગત, દેશ, વિદેશ, બોલીવૂડ, સ્પોર્ટ્સ, ધર્મ, હેલ્થ, રેસિપી સહિતના સમાચાર વાંચકોને પીરસી રહ્યું છે. છેલ્લા 4 વર્ષમાં ગુજરાતી જાગરણને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. તટસ્થ સમાચાર અને લોક ઉપયોગી માહિતી દરેક વાંચક સુધી પહોંચાડવાના કારણે ગુજરાતી જાગરણ લોકપ્રિય બની ગયું છે.