Deda Movie Review: આજથી ગુજરાતી ફિલ્મ ડેડા થિએટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ગુજરાતી હેમા શુક્લાના દિગ્દર્શન હેઠળ બનેલી છે. ડેડા ફિલ્મની સ્ટોરી એક સામાન્ય મિડલ ક્લાસ પિતાની છે. જે જીવનના અઘરા સંજોગોમાં પણ પોતાના પરિવાર માટે અડગ રહીને સંઘર્ષ કરે છે.
આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો અખિલ (એક્ટર ગૌરવ પાસવાલા) અને ખુશી (એક્ટ્રેસ હેલી શાહ) દંપતિની દુનિયા તૂટી પડે છે, જ્યારે ખુશીની હાઈ રિસ્ક પ્રેગ્નન્સી માટે તાત્કાલિક મોટા રૂપિયાની જરૂરિયાત ઉભી થાય છે. ફિલ્મ તેમના આ ફાઇનાન્સિયલ તથા ભાવનાત્મક સંઘર્ષની છે . આ ફિલ્મની એક એવી જર્ની છે જે આપણા બધાને ક્યાંક ને ક્યાંક ટચ કરે છે.
આ ફિલ્મમાં સ્ટારની એક્ટિંગની વાત કરીએ તો ગૌરવ પાસવાલાનો અભિનય ઉત્કૃષ્ટ છે. એક પિતાના ડોલાતા મન, ભય અને પ્રેમના ભાવોને તેઓ ખૂબ ભાવુક રીતે વ્યક્ત કરે છે. તો એક્ટ્રેસ હેલી શાહની પર્સેન્સ અને અભિનય પણ અંત સુધી પ્રભાવિત કરે છે. સહાયક કલાકારો – હિતેન તેજવાણી, અસ્સારાની, મેહુલ બુચ અને સોનાલી દેસાઈ – બધાએ તેમની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી છે.
3/5
