Pre-Navratri 2026: મુંબઈના ગરબા રસિકો માટે ખુશખબર: ગીતા રબારીના તાલ પર ઝૂમશે બોરીવલી; 29 ઓગસ્ટે 'લાલ ઈશ્ક' પ્રી-નવરાત્રી ઉત્સવ

આ ભવ્ય પ્રી-નવરાત્રી ઉત્સવમાં કચ્છી કોયલ અને ખ્યાતનામ લોકગાયિકા ગીતા રબારી (Geeta Rabari) પોતાના સુરીલા અવાજ અને પરંપરાગત ગરબાના તાલથી ગરબા રસિકોને મંત્રમુગ્ધ કરશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 21 Aug 2026 11:44 AM (IST)Updated: Fri, 21 Aug 2026 11:44 AM (IST)
geeta-rabari-laal-ishq-pre-navratri-celebration-borivali-mumbai-showglitz
ગીતા રબારી પ્રી નવરાત્રી

Geeta Rabari Pre Navratri: નવરાત્રીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મુંબઈના ખેલૈયાઓ અને ગરબા પ્રેમીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. મા અંબાના અરાધના પર્વ નવરાત્રીના પ્રારંભ પહેલાં જ મુંબઈકરોને ગરબાના તાલે ઝુમાવવા માટે 'લાલ ઈશ્ક' (Laal Ishq) શીર્ષક હેઠળ એક ભવ્ય અને દિવ્ય પ્રી-નવરાત્રી ગરબા મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ગીતા રબારીના સુરીલા અવાજ પર ઝૂમશે ખેલૈયાઓ

આ ભવ્ય પ્રી-નવરાત્રી ઉત્સવમાં કચ્છી કોયલ અને ખ્યાતનામ લોકગાયિકા ગીતા રબારી (Geeta Rabari) પોતાના સુરીલા અવાજ અને પરંપરાગત ગરબાના તાલથી ગરબા રસિકોને મંત્રમુગ્ધ કરશે. ગીતા રબારી સાથે અન્ય સહ-કલાકારો પણ સ્ટેજ પર ઉપસ્થિત રહીને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમનું નિર્માણ અને પ્રમોશન 'શોગ્લિટ્ઝ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ' (Showglitz Events & Entertainment Pvt. Ltd.) દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સહ-આયોજક તરીકે 'થંગાટ ગરબા આર્ટ' (Thangaat Garba Art) જોડાયેલ છે.

કાર્યક્રમનું સ્થળ અને સમય:

તારીખ: 29 ઓગસ્ટ 2026
સમય: સાંજે 7:00 વાગ્યાથી શરુ
સ્થળ: કે ડિવાઈન લોન્સ એન્ડ કન્વેન્શન સેન્ટર (K Divine Lawns & Convention Centre), બોરીવલી વેસ્ટ, મુંબઈ.

ઈન્વાઈટ ઓન્લી ઈવેન્ટ

તહેવારોની મોસમમાં ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રી-નવરાત્રી ઉત્સવ ખાસ 'ઈન્વાઈટ ઓન્લી' (Invite Only) એટલે કે માત્ર આમંત્રિત મહેમાનો માટે જ રાખવામાં આવ્યો છે. મુંબઈના બોરીવલી ખાતે યોજાનારા આ મહોત્સવમાં ગરબાના શોખીન ખેલૈયાઓ પરંપરાગત ચણિયાચોળી અને કેડિયામાં સજ્જ થઈને ગીતા રબારીના ગરબાના તાલે રમઝટ બોલાવવા માટે આતુર છે.