Mahakumbh Girl Monalisa News: મોનાલિસાને ફિલ્મની ઓફર આપનાર સનોજ મિશ્રા પર દુષ્કર્મના ગંભીર આરોપ લાગ્યા છે. દિલ્હી પોલીસે તેના પર કાર્યવાહી કરતાં ધરપકડ કરી છે. ત્યારે હવે મોનાલિસાના ચાહકોને તેની ચિંતા રહી છે કે હાલ મોનાલિસા ક્યાં છે, શું કરી રહી છે. શું તેમણે આ અંગે કોઈ ફરિયાદ નોંધાવી છે કે કેમ.
મોનાલિસાના કાકાએ કર્યો ખુલાસો
ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રાની ધરપકડ બાદ મીડિયા સાથેની વાતચીતમાં મહેશ્વરમાં રહેતા મોનાલિસાના કાકા વિજય ભોંસલેએ કહ્યું કે અમને કોઈએ સનોજ મિશ્રાની ધરપકડ વિશે વાત કરી છે. પરંતુ હજુ આ વિશે અમને વધારે ખબર નથી. તેને ફિલ્મની ઓફર મળ્યા બાદ ઈન્દોરમાં એક રુમ ભાડે રાખીને તેના પિતા અને અન્ય પરિવારના સભ્યો સાથે રહે છે. તે હાલ સુરક્ષિત છે. તેને કોઈ જોખમ નથી. તે એક્ટિંગની ટ્રેનિંગ અને સાથે અભ્યાસ કરી રહી છે.
સનોજ મિશ્રાએ મોનાલિસાને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી
આ સાથે જ મોનાલિસાના કાકાએ કહ્યું કે અત્યાર સુધી સનોજ મિશ્રાએ મોનાલિસાને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. અમને તે સારા લાગ્યા હતા. જો અમને કોઈ ફરિયાદ હશે તો અમે સરકાર અને મીડિયાને કહીશું. આ સાથે જ તેમણે કહ્યું કે જો સનોજ મિશ્રા પર કોઈ કાર્યવાહી થઈ હશે તો તેઓ પોતે તેનો ઉકેલ લાવશે.
