Falguni Pathak: ગરબા ઘેલાને કાંઈ ન નડે… મુંબઈના મુશળધાર વરસાદમાં ન ફાલ્ગુની પાઠક અટક્યા, ન ખેલૈયાના પગ થંભ્યા, જુઓ વીડિયો

મુંબઈના મુશળધાર વરસાદમાં ફાલ્ગુની પાઠકે છત્રી લઈને કોલ્ડપ્લેને પણ ભૂલાવી દેતી ગરબાની રમઝટ બોલાવી હતી, જેના પર ખેલૈયાઓ પણ ઝુમી ઉઠ્યા હતા. જુઓ વીડિયો

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 11 Oct 2024 01:24 PM (IST)Updated: Fri, 11 Oct 2024 05:49 PM (IST)
falguni-pathak-sings-at-garba-night-with-umbrella-through-mumbais-torrential-rain-watch-the-video

Falguni Pathak in Mumbai: ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક હાલ મુંબઈમાં ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. નવરાત્રીમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા.

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે પણ ઝુમી ઉઠ્યા ખેલૈયાઓ

naidunia_image

ફાલ્ગુની પાઠક હાલ મુંબઈમાં showglitzevents દ્વારા આયોજિત ઈવેન્ટમાં ગરબાની મોજ કરાવી રહ્યા છે. પરંતુ ગઈ કાલે મુંબઈમાં ભારે વરસાદને પગલે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. જો કે ભારે વરસાદ અને વીજળીના કડાકા - ભડાકા વચ્ચે પણ ખેલૈયાઓના પગ થંભ્યા ન હતા.

ફાલ્ગુની પાઠકે વરસાદમાં છત્રી લઈને ગરબાની મોજ કરાવી

ફાલ્ગુની પાઠકે પણ વરસતા વરસાદમાં છત્રી લઈને ગરબાની એવી તે મોજ પાડી કે ખેલૈયા ભારે વરસાદમાં પણ ભીંજાઈને ઝુમી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ફાલ્ગુની પાઠકે વરસાદ સાથે ગરબાનો વીડિયો શેર કર્યો છે. જે ભારે વાયરલ થઈ રહ્યો છે.

લોકો કોલ્ડપ્લે પણ ભૂલી ગયા...

naidunia_image

વીડિયો પર અનેક લોકો તેમના પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે જણાવ્યું કે લોકો કોલ્ડપ્લે પણ ભૂલી ગયા. એક યુઝરે લખ્યું કે રિયલ પરફોર્મર તો અન્ય એક યુઝરે જણાવ્યું કે ગરબા ઘેલાને કાંઈ ન નડે. એક યુઝરે કહ્યું કે ઉફ્ફ્ફ… શું વાઈબ્સ હતી…ફાલ્ગુની મેમ અને વરસાદનું અદભૂત કોમ્બિનેશન...