Falguni Pathak Navratri 2026 Schedule: 'ગરબા ક્વીન' તરીકે ઓળખાતા પ્રખ્યાત સિંગર ફાલ્ગુની પાઠકના સૂર પર ગરબે ઘૂમવા માટે ઉત્સાહિત ખેલૈયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે નવરાત્રી 2026 માં ફાલ્ગુની પાઠક ફરી એકવાર મુંબઈમાં પોતાના લોકપ્રિય ગીતોથી ખેલૈયાઓને મોહિત કરવા જઈ રહ્યા છે. આયોજકો દ્વારા 'વેસ્ટ એવન્યુ રિયલ્ટી' પ્રસ્તુત 'નવરાત્રી ઉત્સવ 2026 with ફાલ્ગુની પાઠક' ના સત્તાવાર શેડ્યૂલ અને ટિકિટ બુકિંગની વિગતો જાહેર કરી દેવામાં આવી છે.
જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 9 દિવસ જામશે ઉત્સવ
આગામી 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2026 દરમિયાન મુંબઈના આલીશાન 'જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર' (Jio World Convention Centre) ખાતે આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવ રાત સુધી ચાલનારા આ મહોત્સવમાં ભક્તિ, સંગીત અને પરંપરાગત ગરબાનો અનોખો સંગમ જોવા મળશે. ખેલૈયાઓની સુવિધા માટે આ ઈવેન્ટમાં ઈન્ડોર એસી વેન્યુ, વિશાળ પાર્કિંગ સ્પેસ અને કાર્પેટેડ ફ્લોર જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ટિકિટ બુકિંગ અને સેલનું શેડ્યૂલ
આ ભવ્ય ગરબા મહોત્સવમાં ભાગ લેવા આતુર ફેન્સ માટે ટિકિટ બુકિંગનું શેડ્યૂલ નીચે મુજબ રાખવામાં આવ્યું છે:
- ફાલ્ગુની ફેન ફર્સ્ટ (Falguni Fan First): 12 ઓગસ્ટના રોજ બપોરે 12:00 વાગ્યાથી ટિકિટનું સ્પેશિયલ એક્સેસ શરૂ થયું છે.
- જનરલ સેલ (General Sale): 13 ઓગસ્ટના રોજ બપોરે 1:00 વાગ્યાથી તમામ ગ્રાહકો માટે ટિકિટ સેલ લાઇવ થરુ થયું છે.
- ટિકિટિંગ પાર્ટનર: આ મહોત્સવની ટિકિટો માત્ર 'BookMyShow' એપ્લિકેશન અને વેબપોર્ટલ પર જ ઉપલબ્ધ રહેશે.
આ મહોત્સવનું આયોજન 'TribeVibe' અને 'Alphonso Studios' દ્વારા કરવામાં આવી રહ્યું છે. મુંબઈ તેમજ ગુજરાતના ગરબાપ્રેમીઓમાં ફાલ્ગુની પાઠકના આ શોને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
