કેપ્ટન સ્મિત મચ્છરના અદમ્ય સાહસને શાહરુખ ખાનના સલામ, કહ્યું- 'સમગ્ર દેશને આપના પર ગર્વ'

શાહરુખ ખાને ફ્લાય દુબઈ દુર્ઘટનામાં 174 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને બિરદાવ્યા છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા બદલ તેમને અસલી હીરો ગણાવ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 03 Oct 2026 09:38 PM (IST)Updated: Sat, 03 Oct 2026 09:38 PM (IST)
entertainment-news-shah-rukh-khan-salutes-captain-smit-machchhar-says-entire-nation-is-proud-of-you


Entertainment News: 'બૉલિવૂડ બાદશાહ' અભિનેતા શાહરુખ ખાને (Shah Rukh Khan) ફ્લાય દુબઈની દુર્ઘટનામાં અદમ્ય સાહસ દર્શાવનાર ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર (Smit Machchhar) ના વખાણ કર્યા છે. પોતે ગંભીર ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિતે પોતાના જાનની બાજી લગાવીને 174 મુસાફરોના જીવ બચાવવાને પ્રાથમિક્તા આપી હતી.

શાહરુખ ખાને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્મિત મચ્છરની કર્તવ્યનિષ્ઠા અને બહાદુરીની સલામ કરતાં તેમને અસલી હીરો ગણાવ્યા હતા. આ સાથે જ તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

સ્મિત આપે સાબિત કર્યું કે, અસલી કેપ્ટન કેવા હોય છેઃ શાહરુખ ખાન

શાહરુખ ખાને X પ્લેટફોર્મ પર પોતાની પોસ્ટમાં લખ્યું કે, કેપ્ટન સ્મિત મચ્છર, જ્યારે સૌથી વધારે જરૂર હતી, ત્યારે તમે એક પર્વતની માફક અડીખમ ઉભા રહ્યા. કપરી પરિસ્થિતિનો સામનો કરવો અને બીજાની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો સરળ નથી હોતુ.

જો કે તમે મુસાફરોની સુરક્ષા માટે આ કરીને સાબિત કર્યું કે, અસલી કેપ્ટન શું હોય? આ સાથે જ બોલિવૂડ અભિનેતા સ્મિત મચ્છરને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. અંતમાં લખ્યું કે, સમગ્ર દેશને આપના પર ગર્વ છે.

 

 

હકીકતમાં દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાય દુબઈની ફ્લાઈટમાં કોકપિટની અંદર કો-પાઈલટે કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી દીધો. ગંભીર ઈજાગ્રસ્ત હોવા છતાં કેપ્ટન મચ્છરે અદમ્ય સાહસ દેખાડીને કૉકપિટનો દરવાજો ખોલી દીધો, જેના પરિણામે હુમલાખોરને પકડી શકાયો અને ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થઈ શક્યું.

શાહરુખ ખાન ઉપરાંત સલમાન ખાન, સંજય દત્ત, રણવીર સિંહ, વિજય દેવરકોંડા, રશ્મિકા મંદાના, રવિના ટંડન, રવિ કિશન અને કંગના રણોત જેવા અનેક સેલેબ્સે સોશિયલ મીડિયા પર પાઈલટની બહાદૂરીને બિરદાવી છે.