Entertainment: કેનેડા સ્થિત કપિલ શર્માના કેફે પર 3 મહિના ત્રીજીવાર ફાયરિંગ, બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હુમલાની જવાબદારી લીધી

બૉલિવૂડમાં જે લોકો ધર્મ વિરુદ્ધ બોલે છે, તેઓ પણ તૈયાર રહે. ગોળી ગમે ત્યાંથી આવી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 16 Oct 2025 08:47 PM (IST)Updated: Thu, 16 Oct 2025 08:47 PM (IST)
entertainment-news-in-gujarati-3-round-fire-at-kapil-sharma-canada-cafe
HIGHLIGHTS
  • અજાણ્યા ઈસમો કારમાં ઉતરી બંદૂક કેફે તરફ તાકી એક પછી એક ત્રણ ગોળીઓ છોડી
  • ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લો અને કુલદીપ સિદ્ધુ ઉર્ફે નેપાળીએ ધમકી આપી

Entertainment News, Kapil Sharma Cafe Attack: કેનેડના સરે શહેરમાં આવેલ કૉમેડિયન કપિલ શર્માના કેફે 'કૈપ્સ કેફે' પર અજાણ્યા ઈસમોએ ગુરુવારે રાતે ફરીથી ફાયરિંગ કર્યું હતુ. આ કેફે પર ત્રણ મહિનામાં ત્રીજી વખત ફાયરિંગની ઘટના સામે આવી છે.

આ ઘટનાના વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક કારમાંથી ઉતરતાવેંત હુમલાખોરો કેફેની બારી તરફ બંદૂક તાંકીને એક પછી એક ત્રણ રાઉન્ડ ગોળીઓ છોડે છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કેફેને નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે.

લૉરેન્સ બિશ્નોઈ ગેંગે હુમલાની જવાબદારી લીધી
કપિલ શર્માના કેફે પર હુમલાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલ ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લો અને કુલદીપ સિદ્ધુ ઉર્ફે નેપાળીએ લીધી છે. જેમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શીખ ધર્મનો ધાર્મિક નારો 'વાહે ગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી કી ફતેહ' સાથે લખ્યું છે કે, આજે સરે સ્થિત કેપ્સ કેફેમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું છે, તેની જવાબદારી હું કુલદીલ સિદ્ધુ અને ગોલ્ડી ઢિલ્લો લઈએ છીએ. અમારી સામાન્ય નાગરિકો સાથે કોઈ દુશ્મની નથી. અમારે જેની સાથે ઝઘડો છે, તેઓ અમારાથી દૂર જ રહે.

વધુમાં પોસ્ટમાં ધમકીના સુરમાં લખવામાં આવ્યું છે કે, જે લોકો બે નંબરના ધંધા કરે છે અને લોકો પાસે કામ કરાવીને પૈસા નથી આપતા, તેઓ પણ તૈયાર થઈ જાય. બૉલિવૂડમાં જે લોકો ધર્મ વિરુદ્ધ બોલે છે, તેઓ પણ તૈયાર રહે. ગોળી ગમે ત્યાંથી આવી શકે છે.

જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી, જ્યારે કપિલ શર્માના આ કેફેને ટાર્ગેટ કરવામાં આવ્યું હોય. ગત જુલાઈ 2025માં કપિલ શર્મા અને તેની પત્ની ગિન્નીએ ભારતીય ડાયસ્પોરા માટે આ કેફે શરૂ કર્યું હતુ. જો કે ઉદ્ઘાટનના થોડા દિવસોમાં જ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.