Dhurandhar Box Office Collection Day 22: આદિત્ય ધર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધુરંધર' એ બોક્સ ઓફિસ પર માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશી બજારોમાં પણ જોરદાર ધમાકો કર્યો છે. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી સ્પાય થ્રિલર્સમાંની એક બની ગઈ છે. આ ફિલ્મે પહેલા 'છાવા' ને પાછળ છોડી દીધી છે અને હવે તે ઓલ-ટાઇમ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં ટોચ પર પહોંચવાની ખૂબ નજીક છે.
આ ફિલ્મમાં રણવીર સિંહ, આર માધવન, સંજય દત્ત, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજ કલાકારો છે. ફિલ્મ રિલીઝ થયા ત્યારથી જ દર્શકોમાં તેનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મના સીન, ગીતો અને ડાન્સની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે, અને સ્થિતિ એવી છે કે ત્રણ અઠવાડિયા પછી પણ આ ફિલ્મનો જાદુ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.
'પઠાણ'ના ઐતિહાસિક રેકોર્ડને ટક્કર
'ધુરંધર' ફિલ્મે ભારતમાં લગભગ 700 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને હવે તે વિશ્વભરમાં નવો ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. છેલ્લા બે વર્ષમાં કોઈ પણ મોટી ફિલ્મ 'પઠાણ'નો રેકોર્ડ તોડી શકી નથી, જેણે 1050 કરોડનો બિઝનેસ કર્યો હતો. પરંતુ હવે રણવીરની ફિલ્મ આ રેકોર્ડ તોડવાની અણી પર છે, જે અત્યાર સુધીની ટોચની 3 હાઈએસ્ટ કમાણી કરનાર ફિલ્મોમાં સામેલ છે.
22મા દિવસનું અંદાજિત કલેક્શન
સેકનિલ્કના અહેવાલ મુજબ 22મા દિવસે ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર આશરે 18 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ગણતરી મુજબ ફિલ્મ 22 દિવસમાં વિશ્વભરમાં અંદાજે 1030 કરોડની આસપાસ કમાણી કરી શકે છે.
1000 કરોડના આંકડાને પાર
રણવીર સિંહની આ ફિલ્મ નાતાલના અવસરે 1000 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. બોલિવૂડ હંગામા મુજબ, 21 દિવસમાં આ ફિલ્મે વિશ્વભરમાં 1007 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તેવામાં શુક્રવારે પણ ફિલ્મે શાનદાર કમાણી ચાલુ રાખી હતી. 5મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે 22માં દિવસે પણ પોતાનું જોર બતાવ્યું છે.
