Dhanashree Verma Yuzvendra Chahal: કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ'માં પોતાના અને યુઝવેન્દ્ર ચહલના સંબંધોને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેને અશનીર ગ્રોવર હોસ્ટ કરી રહ્યા છે. તેણે દાવો કર્યો છે કે લગ્નના માત્ર બે મહિના પછી જ ચહલે તેમની સાથે છેતરપિંડી કરી હતી. ઉલ્લેખનીય છે કે ધનશ્રી અને ચહલના લગ્ન 2020માં થયા હતા અને માર્ચ 2025માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.
ધનશ્રી વર્માનો યુઝવેન્દ્ર ચહલ પર મોટો આરોપ
આ પણ વાંચો
શો દરમિયાન, જ્યારે કુબ્રા સૈતે ધનશ્રી વર્માને પૂછ્યું કે તેને ક્યારે સમજાયું કે આ સંબંધ આગળ નહીં ચાલી શકે. ત્યારે ધનશ્રીએ જવાબ આપતા કહ્યું કે પહેલા વર્ષમાં જ અને મેં લગ્નના બીજા જ મહિને તેને (યુઝવેન્દ્રને) રંગે હાથ પકડ્યો હતો. ધનશ્રીના આ જવાબથી કુબ્રા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ પહેલીવાર છે જ્યારે ધનશ્રીએ જાહેરમાં યુઝવેન્દ્ર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
ભરણપોષણની વાત ખોટી - ધનશ્રી વર્મા
આ પહેલા પણ ધનશ્રીએ શોમાં અન્ય ખુલાસા કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે ભરણપોષણ (એલિમની) અંગે જે વાતો થઈ રહી છે તે તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. તેમણે કહ્યું હતું કે છૂટાછેડા પરસ્પર સંમતિથી થયા હોવાથી બધું ખૂબ જ ઝડપથી થઈ ગયું હતું. તેથી, જ્યારે લોકો ભરણપોષણની વાતો કરે છે, ત્યારે તે ખોટું છે. તેમણે એમ પણ કહ્યું કે હું ચૂપ છું, તેનો અર્થ એ નથી કે તમે કંઈ પણ કહેશો.
ધનશ્રીએ એ પણ જણાવ્યું કે તેમના માતા-પિતાએ તેમને શીખવ્યું છે કે તેમણે ફક્ત તે જ લોકોને જવાબ આપવો જોઈએ જે તેમના પોતાના છે, અને જે લોકો તેમને ઓળખતા નથી તેમના માટે સમય શા માટે બગાડવો.
