Devara Box Office Day 1: જુનિયર NTRની ફિલ્મ 'દેવરા પાર્ટ 1' નું ધમાકેદાર ઓપનિંગ, પહેલા જ દિવસે કરી લીધી આટલા કરોડની કમાણી

જુનિયર NTR, જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાનની ફિલ્મ દેવરા પાર્ટ 1 27 સપ્ટેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જાણો પહેલા દિવસની કમાણી

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 28 Sep 2024 09:44 AM (IST)Updated: Sat, 28 Sep 2024 10:25 AM (IST)
devara-part-1-box-office-collection-day-1-junior-ntr-janhvi-kapoor-saif-ali-khan

Devara Box Office Collection Day 1: જુનિયર NTR ફરી એકવાર પોતાની સોલો ફિલ્મ દેવરા પાર્ટ 1 દ્વારા છવાઈ ગયા છે. પહેલી વાર જાહ્રવી કપૂરે તેલુગુ ઈન્ડ્રસ્ટીમાં પગ મુક્યો છે. સૈફ અલી ખાન વિલેનની ભૂમિકા ભજવી રહ્યા છે. પહેલા જ દિવસે આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. જે પહેલા દિવસની કમાણી પરથી લાગી રહ્યું છે.

દેવરા પાર્ટ 1ની પહેલા દિવસની કમાણી

ફિલ્મના ઓપનિંગ ડેની કમાણીના આંકડા સામે આવી ચુક્યા છે. Sacnilk ની શરૂઆતી રિપોર્ટ પ્રમાણે દેવરાએ પહેલા દિવસે શુક્રવારે 77 કરોડની કમાણી કરી છે. જો કે આ આંકડા તમામ ભાષાઓમાં ફિલ્મ કલેક્શનનના છે. આ એક એક્શન અને સસ્પેન્સ ફિલ્મ છે.

શું છે દેવરા ફિલ્મની કહાણી

આ ફિલ્મ જુનિયર એનટીઆર પર આધારિત છે. જેમાં એનટીઆર વિલનની ભૂમિકામાં સૈફ અલી ખાન સાથે મળીને સમુદ્ર દ્વારા ગેરકાયદેસર કામોને અંજામ આપે છે. પરંતુ તેમને અહેસાસ થાય છે કે તેઓ જે કરી રહ્યા છે તે ખોટું છે. તેઓ ગુનાની દુનિયાની બહાર નીકળવા માંગે છે. પરંતુ સૈફ અલી ખાનને આ વાત પસંદ નથી આવતી. અહીંથી બંને વચ્ચેનો જંગ શરૂ થાય છે. દેવરા ગાયબ થઈ જાય છે પણ ખરાબ કામ કરનારને છોડતો નથી.