Deepika Padukone Ranbir Kapoor: રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ બોલિવૂડની પસંદગીની જોડીઓમાંથી એક છે. જ્યારે પણ આ બંને કલાકારો સ્ક્રીન પર એકસાથે આવ્યા છે, ત્યારે દર્શકોને તેમની કેમેસ્ટ્રી પસંદ આવી છે અને ફિલ્મો પણ હિટ સાબિત થઈ છે. હવે આ બંને સ્ટાર્સ એરપોર્ટ પર લાંબા સમય બાદ ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા.
એરપોર્ટ પર જોવા મળી ઓનસ્ક્રીન હિટ જોડી
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ એકસાથે એરપોર્ટ પર એક સાથે નજરે પડ્યાં હતા. એક વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રણબીર એરપોર્ટ પર પહોંચે છે. જ્યારે તેઓ સિક્યોરિટી ચેક માટે ઊભા રહે છે, ત્યારે જ તેમને એરપોર્ટની અંદર ગોલ્ફ કાર્ટ પર દીપિકા જોવા મળે છે. ત્યારબાદ રણબીર દીપિકાને ‘હાય’ કહે છે અને દીપિકા તરત જ તેમની ગાડી રોકી દે છે. તે પછી રણબીર પણ દીપિકાની સાથે બેસી જાય છે.
કેઝ્યુઅલ લૂકમાં દીપિકા-રણબીર
દીપિકા પાદુકોણ પણ કેઝ્યુઅલ લૂકમાં એરપોર્ટ પર પહોંચી હતી. તે ગ્રે કલરના કૉટસેટમાં, ચોટલામાં બાંધેલા વાળ અને બ્લેક ચશ્મામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન રણબીર કાળા રંગની હૂડી, કાર્ગો જીન્સ અને કેપ પહેરેલો જોવા મળે છે.
ગળે મળ્યા દીપિકા-રણબીર
રણબીર-દીપિકાના અન્ય કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં બંને એકબીજાને ગળે મળી રહ્યા છે. આ વીડિયો એરપોર્ટમાંથી બહાર આવતાં તે દરમિયાનનો છે, જ્યાં તેઓ અલગ-અલગ વાહનોમાં જતાં પહેલાં એકબીજાને ગળે મળે છે.
ફેન્સે કહ્યું- સાથે ફિલ્મ કરશે
દીપિકા અને રણબીરને સાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે અને તેમને મોટા પડદા પર ફરીથી એકસાથે જોવા માટે રાહ જોઈ રહ્યા છે. બંને સેલેબ્સ સાથે જોવા મળ્યા બાદ સોશિયલ મીડિયાના કોમેન્ટ સેક્શનમાં લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી હતી. ઘણા ફેન્સે તો એવો અંદાજ લગાવ્યો કે તેઓ ફરી એકસાથે કોઈ ફિલ્મમાં જોવા મળવાના છે. એક કોમેન્ટે તો એવું પણ કહ્યું કે લાગે છે કે ‘યે જવાની હૈ દીવાની 2’ બની રહી છે.
રણબીર-દીપિકા વર્કફ્રન્ટ
- રણબીર કપૂર હાલમાં નીતિશ તિવારીની ફિલ્મ 'રામાયણ' ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર ભગવાન રામના કિરદારમાં જોવા મળશે, જ્યારે યશ રાવણના અને સાઈ પલ્લવી સીતાના પાત્રમાં દેખાશે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે, જેનો પહેલો ભાગ દિવાળી 2026 પર આવશે.
- દીપિકા પાદુકોણની વાત કરીએ તો તે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'કિંગ'નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ-દીપિકા ઉપરાંત સુહાના ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
