Deepika Chikhalia Sita Look: રામાનંદ સાગર નિર્મિત 'રામાયણ'થી ઘરે ઘરે ફેમસ થયેલી અભિનેત્રી દીપિકા ચીખલીયા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયોથી ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર જોડાયેલી રહી છે. હવે અભિનેત્રીએ રામ નવમીના દિવસે પોતાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેણી ભગવાન રામની પૂજા કરતી જોવા મળી રહી છે.
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં તેણી ભગવા કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે. આ વીડિયોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે, 'આ તે સાડી છે જે મેં લવ કુશ કાંડ દરમિયાન પહેરી હતી.' આ પહેલા પણ અભિનેત્રીએ 2 વીડિયો શેર કર્યા હતા. જેમાં તેણીએ પોતાના સફરને યાદ કર્યો હતો.
દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે.
'રામાયણ' આજે પણ દર્શકોનો ફેવરિટ શો છે. ઘણા લોકોની ભાવનાઓ આની સાથે જોડાયેલી છે. બાળકથી લઇને મોટી ઉંમરના લોકો આ શો જોવાનું પસંદ કરે છે. કોરોના દરમિયાન આ સિરીયલ ફરી એકવાર ટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી. આ શોમાં કામ કરી ચૂકેલા દરેક પાત્રો આજે પણ દર્શકોની વચ્ચે ઘણા ફેમસ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.