"હિન્દી ફિલ્મો આવતા જ ગુજરાતી ફિલ્મના શો કેમ હટાવી દેવાય છે?" - એક્ટર દીપક તિજોરીએ વ્યક્ત કરી ગંભીર વ્યથા!

દીપક તિજોરીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ ગુજરાતી ફિલ્મોને યોગ્ય સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. જ્યારે પણ કોઈ નવી હિન્દી ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે થિયેટર માલિકો તુરંત જ ગુજરાતી ફિલ્મોના શો ઘટાડી દે છે અથવા તો તેને સંપૂર્ણપણે હટાવી દે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 21 Aug 2026 09:59 AM (IST)Updated: Fri, 21 Aug 2026 09:59 AM (IST)
deepak-tijori-raises-concern-over-gujarati-movie-shows-replaced-by-hindi-films-in-multiplexes
દીપક તિજોરી ગુજરાતી ફિલ્મ

Deepak Tijori Gujarati Film: 90ના દાયકાના જાણીતા બોલિવૂડ અભિનેતા અને દિગ્દર્શક દીપક તિજોરીએ ગુજરાતમાં ગુજરાતી સિનેમાની વર્તમાન પરિસ્થિતિ અને થિયેટરોમાં પ્રાદેશિક ફિલ્મોને મળતા અન્યાયી વ્યવહાર સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે. પોતાની આગામી ગુજરાતી ફિલ્મ 'ગેટ સેટ ગો'ના પ્રમોશન દરમિયાન વાતચીત કરતી વખતે તેમણે પ્રાદેશિક સિનેમાના અસ્તિત્વ અને થિયેટર સ્ક્રીનિંગની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા.

"હિન્દી ફિલ્મો આવતા જ શો કેમ હટાવી દેવાય છે?"

દીપક તિજોરીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ ગુજરાતી ફિલ્મોને યોગ્ય સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. જ્યારે પણ કોઈ નવી હિન્દી ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે થિયેટર માલિકો તુરંત જ ગુજરાતી ફિલ્મોના શો ઘટાડી દે છે અથવા તો તેને સંપૂર્ણપણે હટાવી દે છે. તેમણે ઉમેર્યું કે, "ઘણીવાર એવું બને છે કે નિર્માતાઓ અને કલાકારો સવારે ઉઠે ત્યારે ખબર પડે છે કે તેમની ફિલ્મ ગુજરાતના જ થિયેટરોમાંથી ગાયબ થઈ ગઈ છે! આવી સ્થિતિ ખૂબ જ દુઃખદ છે."

સરકારે કડક નિયમો લાવવાની કરી માગ

આ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે દીપક તિજોરીએ સરકારને ખાસ અપીલ કરી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની તર્જ પર ગુજરાત સરકારે પણ એક ચોક્કસ નીતિ લાવવી જોઈએ, જેથી થિયેટરોમાં ગુજરાતી ફિલ્મો માટે નિયમિત શો જળવાઈ રહે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગુજરાતી સિનેમાના વિકાસ માટે માત્ર સરકારી સબસિડી પૂરતી નથી, પરંતુ દર્શકોનો ઉત્સાહ, થિયેટર માલિકોનો સતત સપોર્ટ અને યોગ્ય સ્ક્રીનિંગ સ્લોટ મળવા અત્યંત જરૂરી છે.